અમદાવાદઃઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં આજે 62મી મેચ રમાઈ હતી. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની આ મેચમાં ગુજરાત ટાઈટન્સ 34 રનથી જીતી ગઈ હતી, જેથી તે પ્લે-ઓફમાં કવોલીફાઈ થઈ ગઈ છે. આઈપીએલની આ સીઝનમાં ગુજરાત ટાઈટન્સની પહેલી ટીમ છે કે જે સૌથી પહેલી પ્લેઓફમાં કવોલીફાઈ થઈ છે.
ગુજરાત ટાઈટન્સની બેટિંગઃ વૃદ્ધિમાન સાહા(વિકેટ કિપર) 3 બોલમાં શૂન્ય રને આઉટ થયા હતા. શુભમન ગિલ 58 બોલમાં 13 ચોક્કા ને 1 સિક્સ ફટકારીને 101 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શન 36 બોલમાં 6 ચોક્કા ને 1 સિક્સ મારીને 47 રન બનાવ્યા હતા. હાર્દિક પટેલ(કેપ્ટન) 6 બોલમાં 8 રન, મિલર 5 બોલમાં 7 રન, રાહુલ તેવટિયા 3 બોલમાં 3 રન, શનાકા 7 બોલમાં 9રન(નોટ આઉટ), રાશિદ ખાન 1 બોલમાં શૂન્ય રન, નૂર અહેમદ 1 બોલમાં શૂન્ય રન, શામી 1 બોલમાં શૂન્ય રન અને મોહિત શર્મા 1 બોલમાં શૂન્ય રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 13 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા.
સનરાઈઝર્સ હૈદરાબાદની બોલીંગઃ ભુવનેશ્વરકુમાર 4 ઓવરમાં 30 રન આપી 5 વિકેટ ઝડપી હતી. માર્કો જેનસન 4 ઓવરમાં 39 રન આપી 1 વિકેટ લીધી હતી. ફારૂક 3 ઓવરમાં 31 રન આપી 1 વિકેટ લીધી હતી. ટી નટરાજન 4 ઓવરમાં 34 રન આપી 1 વિકેટ લીધી હતી. માર્કરામ(કેપ્ટન) 1 ઓવરમાં 13 રન, માર્કેન્ડે 3 ઓવરમાં 27 રન અને અભિષેક શર્મા 1 ઓવરમાં 13 રન આપ્યા હતા.
સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગઃઅનમોલપ્રિત સિંહ4 બોલમાં 5 રન, અભિષેક શર્મા 5 બોલમાં 4 રન, એઈડન માર્કરામ(કેપ્ટન) 10 બોલમાં 10 રન, રાહુલ ત્રિપાઠી 2 બોલમાં 1રન, હેઈનરિચ કલાસેન(વિકેટ કિપર) 44 બોલમાં 4 ચોક્કા ને 3 સિક્સ ફટકારીને 64 રન બનાવ્યા હતા. સનવીર સિંહ 6 બોલમાં 7 રન, અબ્દુલ સામદ 3 બોલમાં 4 રન, માર્કો જેનસન 6 બોલમાં 3 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમાર 26 બોલમાં 27 રન, મયંક માર્કેન્ડે 9 બોલમાં 18 રન અને ફારૂકી 5 બોલમાં 1 રન બનાવ્યા હતા. ટીમને 10 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 154 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઈટન્સ 34 રનથી જીત્યું હતું.
ગુજરાત ટાઈટન્સની બોલીંગઃ મોહમંદ શામી 4 ઓવરમાં 20 રન આપી 4 વિકેટ ઝડપી હતી. યશ દયાલ 4 ઓવરમાં 31 રન આપી 1 વિકેટ લીધી હતી. રાશિદ ખાન 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. મોહિત શર્મા 4 ઓવરમાં 28 રન આપી 4 વિકેટ ઝડપી હતી. નૂર અહેમદ 2.5 ઓવરમાં 35 રન આપ્યા હતા અને રાહુલ તેવટિયા 1.1 ઓવરમાં 7 રન આપ્યા હતા.