ગુજરાત

gujarat

ETV Bharat / sports

Gujarat Titans : મેચ જીત્યા બાદ પંડ્યાએ ગિલને હગ કરી બોલરોના કર્યા વખાણ - મોહમ્મદ શમી

IPL 2023ની આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. ટીમની જીત બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ બોલરોના ખૂબ વખાણ કર્યા છે. હાર્દિક પંડ્યાએ ટીમ ક્વોલિફાય થતાં શું કહ્યું જૂઓ.

Gujarat Titans : મેચ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ શુભમન ગિલને ગળે લગાવ્યો, બોલરોના કર્યા વખાણ
Gujarat Titans : મેચ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ શુભમન ગિલને ગળે લગાવ્યો, બોલરોના કર્યા વખાણ

By

Published : May 16, 2023, 4:31 PM IST

નવી દિલ્હી : ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રને હરાવીને IPL 2023ની આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. આ મેચ જીત્યા બાદ ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ શુભમન ગિલને ગળે લગાવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતના બોલરોએ પણ પોતાના શાનદાર પ્રદર્શનથી હાર્દિકનું દિલ જીતી લીધું હતું. જેના કારણે હાર્દિક પંડ્યાએ ટીમના તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. તેણે કહ્યું છે કે બોલરો તેના દિલની ખૂબ નજીક છે.

ટીમનું પ્રદર્શન : મેચ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023ની 62મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 34 રને હરાવીને તેમની ટીમ વર્તમાન સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. પ્રથમ બેટિંગ કરતી વખતે શુભમન ગિલે IPLની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 58 બોલમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા હતા. જેને સાઈ સુદર્શનનો સારો સાથ મળ્યો જેણે 36 બોલમાં 47 રન બનાવ્યા. ટીમે 9 વિકેટે 188 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. હૈદરાબાદ માટે ભુવનેશ્વરે 4 ઓવરમાં 30 રન આપીને 5 વિકેટ લીધી હતી.

ખેલાડીઓ પર ગર્વ : ગુજરાત તરફથી મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 21 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમીએ હૈદરાબાદ સનરાઇઝર્સ ટોપ ઓર્ડરની કમર તોડી નાખી હતી. આ પછી મોહિત શર્માએ ફરીથી 24 રન આપીને ચાર વિકેટ ઝડપી અને મિડલ ઓર્ડરનો નાશ કર્યો. હૈદરાબાદની આખી ટીમ 9 વિકેટે 154 રન પર રહી હતી. જેમાં હેનરિક ક્લાસને 44 બોલમાં 64 રન બનાવ્યા હતા. આ રીતે ગુજરાત પ્લે-ઓફ માટે ક્વોલિફાય થયું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ પાસે હજુ એક રમત રમવાની બાકી છે, પરંતુ 13 મેચમાંથી 9 જીત સાથે તેણે ટોપ બેમાં પોતાનું સ્થાન પહેલેથી જ સીલ કરી લીધું છે. પંડ્યાએ મેચ બાદ કહ્યું કે તેને ખેલાડીઓ પર ખૂબ ગર્વ છે. સળંગ બે વખત પ્લેઓફમાં જગ્યા બનાવી છે. ખેલાડીઓએ પડકારજનક પરિસ્થિતિઓમાં તેમનું મનોબળ જાળવી રાખ્યું હતું. અમે ખરેખર પ્લેઓફના લાયક છીએ.

ABOUT THE AUTHOR

...view details