મુંબઈ: વુમન્સ પ્રીમિયર લીગના આયોજકો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023ના અવસર પર તમામ માટે વિમેન્સ પ્રીમિયર લીગની મેચો મફતમાં જોવાની સુવિધા પ્રદાન કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 8મી માર્ચે રમાનાર મેચમાં એન્ટ્રી ફ્રી રહેશે.
આ પણ વાંચો:Narendra Modi Stadium Test Record : ભારત માટે ચોથી ટેસ્ટ જીતવી મહત્વપૂર્ણ, જાણો કેવો છે આ મેદાન પર ભારતનો રેકોર્ડ
ફ્રી એન્ટ્રીની વ્યવસ્થા: બ્રેબોર્ન સ્ટેડિયમમાં 8મી માર્ચે રમાનાર ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચમાં દરેક માટે ફ્રી એન્ટ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ગઈકાલે મેચ દરમિયાન માહિતી પણ પ્રસારિત કરવામાં આવી હતી. આયોજકો દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાનાર ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચેની મેચમાં દર્શકોની એન્ટ્રી ફ્રી રહેશે.
બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે: તમને જણાવી દઈએ કે, વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆતની સીઝન ઘણી રીતે અનોખી બનવા જઈ રહી છે, પરંતુ જે રીતે ટૂર્નામેન્ટ અલગ દેખાઈ રહી છે, તેનાથી લોકોનો આ તરફનો રસ ચોક્કસપણે વધશે. મહિલા સશક્તિકરણના દિવસે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાનાર ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચેની મેચ વિનામૂલ્યે રમાશે.
આ પણ વાંચો:Pat Cummins Out: કમિન્સ અમદાવાદ ટેસ્ટમાંથી બહાર, સ્મિથ સંભાળશે ઓસ્ટ્રેલિયાની કમાન
ખાસ દિવસે કરી આ પહેલ: તમામ ક્ષેત્રોમાં મહિલાઓની ઉપલબ્ધિઓની ઉજવણી કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આમ, મહિલાઓ માટે એકતા દર્શાવવા માટે, WPL એ ખાસ દિવસે આ પહેલ કરી છે. આ સમાચારની જાહેરાત RCB અને મુંબઈ ઈન્ડિયન વચ્ચેની ટુર્નામેન્ટની ચોથી મેચ દરમિયાન કરવામાં આવી હતી, જેની પુષ્ટિ WPL દ્વારા પણ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવી છે.