ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2023: મુંબઇ સામે ગુજરાત ટાઈટન્સની 55 રનથી જીત, પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબરે - Mumbai Indians

TATA IPL 2023ની 16મી સીઝનની 35મી મેચ મુંબઇ ઇન્ડિયન અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઇ હતી. જેમાં GTની ટીમે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 207 રન બનાવ્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 152 રન બનાવ્યા હતા. આમ ગુજરાત ટાઈટન્સની 55 રને જીત થઈ હતી. અને પોઈન્ટ્સ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ બીજા નંબરે આવી ગઈ હતી.

GT vs MI: હોમગ્રાઉન્ડમાં ગુજરાત ફેવરીટ, અમદાવાદમાં આજે મેદાન એ જંગ
GT vs MI: હોમગ્રાઉન્ડમાં ગુજરાત ફેવરીટ, અમદાવાદમાં આજે મેદાન એ જંગ

By

Published : Apr 25, 2023, 7:07 AM IST

Updated : Apr 25, 2023, 11:44 PM IST

અમદાવાદઃTATA IPLની 35મી મેચ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં GT અને MI વચ્ચે રમાઇ હતી. જેમાં મુંબઇની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં તેમને 20 ઓવરમાં 6 વિકેટ ઝડપી હતી. ગુજરાતે પ્રથમ બેટીંગ કરતા મુંબઇને જીતવા માટે 208 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 152 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઈટન્સના બોલરોને સારી સફળતા મળી હતી. અને બેટ્સમેન રમી શક્યા જ ન હતી. જો કે છેલ્લી ચાર ઓવર બાકી હતી અને મોદી સ્ટેેડિયમમાંથી દર્શકો બહાર નીકળવા માંડ્યા હતા.

GT બેટીંગ :ગુજરાતે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 207 રન બનાવ્યા હતા. જેમાં શાહાએ 4 રન, શુભમન ગીલએ 56 રન, હાર્દિક પંડ્યાએ 13 રન, વિજય શંકરએ 19 રન, મિલરએ 46 રન, અભિનવએ 42 રન, રાહુલએ 20 રન(અણનમ) અને રાશિદએ 2 રન (અણનમ) કર્યા હતા.

MI બેટીંગ :મુંબઇએ પ્રથમ બોલિંગ કરતા 6 વિકેટ ઝડપી હતી. જેમાં અર્જૂનએ 2 ઓવરમાં 1 વિકેટ, બેહરેનડોર્ફએ 4 ઓવરમાં 1 વિકેટ, રિલયએ 4 ઓવરમાં 1 વિકેટ, ગ્રીનએ 2 ઓવરમાં 0 વિકેટ, ચાવલાએ 4 ઓવરમાં 2 વિકેટ અને કુમારએ 4 ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગઃ રોહિત શર્મા(કેપ્ટન) 8 બોલમાં 2 રન, ઈશાન કિશાન(વિકેટ કિપર) 21 બોલમાં 13 રન, કમરોન ગ્રીન 26 બોલમાં 33 રન, તિલક વર્મા 3 બોલમાં 2 રન, સૂર્યા કુમાર યાદવ 12 બોલમાં 23 રન, ટિમ ડેવિડ 2 બોલમાં શૂન્ય, નેહલ વધેરા 21 બોલમાં 40 રન, પિયુષ ચાવલા 12 બોલમાં 18 રન, અર્જુન તેંડુલકર 9 બોલમાં 13 રન, જેસન બેહરેન્ડ્રોફ(નોટ આઉટ) 4 બોલમાં 3 રન અને રીલે મેરેડિથ 2 બોલમાં શૂન્ય રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને 5 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 152 રન જ બનાવી શકી હતી. અને ગુજરાત ટાઈટન્સ 55 રનથી જીત મેળવી લીધી હતી.

આ પણ વાંચોઃ IPL 2023 : કોલકત્તા સામે ચેન્નાઈ સુપર કિંગ્સ 49 રનથી જીતી પોઈન્ટ્સ ટેબલમાં નંબર વન

ગુજરાત ટાઈટન્સની બોલીંગઃ મોહમંદ શામી4 ઓવરમાં 18 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યા(કેપ્ટન) 2 ઓવરમાં 10 રન આપી 1 વિકેટલીધી હતી. રાશિદ ખાન 4 ઓવરમાં 27 રન આપી 2 વિકેટ ઝડપી હતી. નૂર અહેમદ 4 ઓવરમાં 37રન આપી 3 વિકેટ ઝડપી હતી. મોહિત શર્મા 4 ઓવરમાં 38 રન આપી 2 વિકેટ લીધી હતી અનેજોસુઆ લિટ્ટે 2 ઓવરમાં 18 રન આપ્યા હતા.

પોઈન્ટ્સ ટેબલ (IPL 2023Points Table)આજની મેચનાપરિણામ પછી પ્રથમ નંબરે 10 પોઈન્ટ સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ રહ્યું હતું. જ્યારેચોથા નંબરથી ગુજરાત ટાઈટન્સ 10 પોઈન્ટ મેળવીને બીજા નંબરે આવી ગયું હતું. ત્રીજાનંબરે રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ, ચોથા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 8 પોઈન્ટ અનેપાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 8 પોઈન્ટ રહ્યા હતા. પંજાબ કિગ્સ 8 પોઈન્ટ,મુંબઈ ઈન્ડિયન્સ 6 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 4 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 4 પોઈન્ટ રહ્યા હતા.

ડિફેન્ડિગ ટીમ ગુજરાતઃકોઈ પણ સ્થિતિમાં હરીફ ટીમને કેવી રીતે પ્રેશરમાં લાવવી એ ગુજરાત ટાઈટન્સને બરોબર ફાવે છે. મુંબઈએ મેચ ગુજરાત સામે જીતવા માટે પહેલા ડેથ ઓવરનું પર્ફોમન્સ સુધારવું પડશે. આ મેચ અમદાવાદમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થવાની છે. અર્જુન તેંડુલકર, જેસન, બેહરિનફોર્ડ, કેમરૂન ગ્રીન તથા જોફ્રા આર્ચરની બોલિંગ પંજાબ સામે ધોવાઈ ગઈ હતી. આ તમામ બોલરોએ ઓવરદીઠ રન વધારે આપી દીધા હતા. સામે ફિલ્ડિંગ પણ એટલી ઢીલી જોવા મળી હતી. બોલિંગ કરતા મુંબઈની બેટિંગ વધારે મજબુત મનાય છે. રોહિત શર્મા અને ઈશાન કિશનની શરૂઆત ધમાકેદાર રહે છે. સૂર્યકુમાર યાદવ આમ તો ફોર્મમાં છે જે મુંબઈ માટે સારૂ છે. જ્યારે ગુજરાત ટાઈટન્સ ટીમના ખેલાડીઓની બોલિંગ ઘાતક છે. જે બેટ્સમેનને હંફાવી શકે છે. જેથી મુંબઈ માટે મોટો સ્કોર કરવો મુશ્કેલ રહેશે.

બેટિંગમાં કસોટીઃગુજરાત ટાઈટન્સ ટીમ માટે કસોટી બેટિંગ લાઈન પર થશે. જો મીડલ ઓવરને બેસ્ટ પર્ફોમન્સમાં ફેરવવા આવે તો ગુજરાતને ફાયદો થશે. ડેવિડ મિલરના ઓર્ડરમાં કોઈ ફેરફાર થાય તો સ્કોને અસર થઈ શકે છે. ટોસ જીતનારને મોટો સ્કોર કરવાની તક રહી શકે છે. જ્યારે મોહિતે ગુજરાત માટે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, ત્યારે અનુભવી મોહમ્મદ શમીએ પણ વિકેટ લેવામાં કોઈ કસર છોડી નથી. કેપ્ટન હાર્દિક પંડ્યા જો કે અત્યાર સુધી બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરી શક્યો નથી. તેના નામે અત્યાર સુધી માત્ર એક જ વિકેટ નોંધાઈ છે.

આ પણ વાંચોઃ IPL 2023 : હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સ ભારે રસાકસી વચ્ચે 7 રને વિજયી

દમદાર ખેલાડીઃરશીદ ખાનના નેતૃત્વમાં ગુજરાતનું સ્પિન આક્રમણ પણ મજબૂત છે અને તેમાં અફઘાનિસ્તાનના કાંડા-સ્પિનર ​​નૂર અહેમદ અને અનુભવી જયંત યાદવનો સમાવેશ થાય છે. છેલ્લી મેચમાં જયંતે તેની છેલ્લી બે ઓવરમાં માત્ર સાત રન આપ્યા હતા. જ્યારે નૂર અહેમદે તેની છેલ્લી બે ઓવરમાં પાંચ રન આપીને બે વિકેટ લીધી હતી. બેટિંગમાં રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ટોપ ઓર્ડરમાં સારું યોગદાન આપી રહ્યા છે જ્યારે છેલ્લી મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યા ટોપ સ્કોરર રહ્યો હતો. જો કે ગુજરાતે મધ્ય ઓવરોમાં સારું પ્રદર્શન કરવાની જરૂર છે. આ માટે ડેવિડ મિલરને ઉપરના ક્રમમાં બેટિંગ કરવા મોકલવો યોગ્ય રહેશે.

Last Updated : Apr 25, 2023, 11:44 PM IST

ABOUT THE AUTHOR

...view details