- સના મીરે વિરાટ કોહલીની પ્રશંસા કરી
- વર્લ્ડ કપમાં પાકિસ્તાનની 29 વર્ષ બાદ પ્રથમ જીત
- ટીમ ઈન્ડિયાએ સતત 12 વર્લ્ડ કપ મેચ જીતી હતી
દુબઈઃ પૂર્વ કેપ્ટન સના મીરે(Former Captain Sana Mire) ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli)ના વખાણ કર્યા છે. મીર કહ્યુ કે, કોહલીએ પાકિસ્તાન(Pakistan Cricket) સામે 10 વિકેટની હારને ખૂબ જ નિર્મળતાથી સંભાળી હતી.
24 ઑક્ટોબરે દુબઈમાં રમાયેલી T20 વર્લ્ડ કપ મેચ(World Cup match)માં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડ કપની મેચોમાં પાકિસ્તાનની ટીમ 29 વર્ષમાં પ્રથમ વખત જીતી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વર્ષ 1992થી વર્ષ 2019 સુધી દરેક વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. તે દરમિયાન ટીમ ઈન્ડિયાએ સતત 12 વર્લ્ડ કપ મેચ જીતી હતી.
સના મીરે વિરાટ કોહલીના પ્રશંસાના પુલ બાંધ્યા
વિરાટના વખાણ કરતાં સનાએ કહ્યું કે, કોહલીએ પાકિસ્તાન સામેની હારને ખૂબ જ ઈનાયતથી સંભાળી, હું તેની રમતની પ્રશંસા કરું છું. આના જેવા ટોચના ક્રિકેટરોને જોઈને આનંદ થાય છે. જ્યારે રોલ મોડલ આ કરે છે ત્યારે તે ઘણું સારું લાગે છે. સનાએ કહ્યું, કોહલીએ બતાવ્યું કે તેને ટીમમાં પુનરાગમન કરવાનો પૂરો વિશ્વાસ છે, મને એ વાતની હેરાની નહિ થાય કે, ભારત આ ટૂર્નામેન્ટમાં મોટી જીત સાથે વાપસી કરશે.
બાબર-શાહીને જીત માથા પર નથી ચડી