નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ અમ્પાયર અસદ રઉફ (Former Pakistan umpire Asad Rauf) નું લાહોરમાં હાર્ટ એટેકથી નિધન ( Asad Rauf dies of heart attack) થયું છે. તેઓ 66 વર્ષના હતા. રઉફે વર્ષ 2000માં અમ્પાયર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે 64 ટેસ્ટ મેચોમાં અમ્પાયરિંગ કર્યું હતું. જેમાં તે 49 મેચોમાં ઓન ફીલ્ડ અમ્પાયર અને 15 મેચોમાં ટીવી અમ્પાયર હતા. આ સિવાય તેણે 139 વનડે અને 28 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં પણ અમ્પાયરિંગ કર્યું છે. તેઓ 2000ના દાયકામાં પાકિસ્તાનના અગ્રણી અમ્પાયરોમાંના એક હતા.
હાર્ટ અટેકથી નિધન : મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે લાહોરમાં તેની દુકાનેથી પરત ફર્યા બાદ તરત જ રઉફને હાર્ટ એટેક આવ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ રમીઝ રાજાએ ટ્વીટ કરીને કહ્યું કે, અસદ રઉફના નિધનના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. તે માત્ર એક સારા અમ્પાયર જ નહોતા પરંતુ તેની પાસે રમૂજ પણ હતી. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના.