- પાકિસ્તાનના ક્રિકેટ પ્રેમીઓ માટે દુઃખદ સમાચાર
- પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકને (Former Pakistan cricketer Inzamam-ul-Haq) આવ્યો હાર્ટએટેક
- ઈન્ઝમામના પરિવારજને કહ્યું, ટૂંક સમયમાં તેમને અપાશે રજા
ન્યૂઝ ડેસ્કઃ પાકિસ્તાનના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક્કને (Former Pakistan cricketer Inzamam-ul-Haq) આજે (મંગળવારે) હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, અહીં તેમની એન્જિયોપ્લાસ્ટી (Angioplasty) કરવામાં આવી હતી. જોકે, અત્યારે તેમની હાલત સ્થિર છે. રિપોર્ટ્સ અનુસાર, ઈન્ઝમામ ઉલ હક પર ડોક્ટર્સ દેખરેખ રાખી રહ્યા છે. ઈન્ઝમામને છેલ્લા 3 દિવસથી છાતીમાં દુખાવો થઈ રહ્યો હતો. ત્યારબાદ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં જ એ વાતનો ખુલાસો થયો હતો કે, તેમને હાર્ટએટેક આવ્યો હતો. ત્યારબાદ ઈન્ઝમામ ઉલ હકની સર્જરી કરવામાં આવી હતી.
ટૂંક સમયમાં ઈન્ઝમામને હોસ્પિટલમાંથી રજા મળશે
પાકિસ્તાનના અનેક ક્રિકેટર્સને ઈન્ઝમામ ઉલ હક્ક (Inzamam-ul-Haq) માટે ટ્વિટ કર્યું છે અને તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે. તેમના એક પરિવારજને કહ્યું હતું કે, ઈન્ઝમામની તબિયત હવે ઘણી સારી છે. તેમને ટૂંક સમયમાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે, 51 વર્ષીય ઈન્ઝમામ ઉલ હકની ગણતરી પાકિસ્તાનના ઓલટાઈમ ગ્રેટ પ્લેયર્સમાં થાય છે. તેમના નામે વન-ડે ક્રિકેટમાં પાકિસ્તાન માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેમણે કુલ 375 વન-ડે મેચ રમી છે, જેમાં 11,701 રન બનાવ્યા હતા.