ગુજરાત

gujarat

ETV Bharat / sports

Yusuf Pathan captain Dubai Capitals: પઠાણનો વેસ્ટ ઈન્ડિઝ બાદ હવે સુકાની તરીકે નવો અધ્યાય શરૂ - યુસુફ પઠાણની નવા કેપ્ટન તરીકે નિમણૂક

ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણને (Yusuf Pathan) નવી જવાબદારી સોંપવામાં આવી છે. દુબઈ કેપિટલ્સે (Dubai Capitals) ટ્વિટ કરીને યુસુફ પઠાણની નવા કેપ્ટન તરીકે નિમણૂકની (Dubai Capitals captain Yusuf Pathan) જાહેરાત કરી છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના રોવમેન પોવેલ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા હતા.

યુસુફ પઠાણ ILT20 લીગ 2023 માટે દુબઈ કેપિટલ્સના નવા કેપ્ટન તરીકે નિમણૂક થઈ
યુસુફ પઠાણ ILT20 લીગ 2023 માટે દુબઈ કેપિટલ્સના નવા કેપ્ટન તરીકે નિમણૂક થઈ

By

Published : Feb 6, 2023, 9:50 AM IST

UAE:ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણ (Yusuf Pathan) UAEમાં રમાઈ રહેલી ઈન્ટરનેશનલ લીગમાં દુબઈ કેપિટલ્સ ટીમનો ભાગ બનવા જઈ રહ્યો છે. દુબઈ કેપિટલ્સ દ્વારા યુસુફ પઠાણને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. દુબઈ કેપિટલ્સે પઠાણને પોતાનો નવો કેપ્ટન જાહેર (Dubai Capitals captain Yusuf Pathan) કર્યો છે. દુબઈ કેપિટલ્સે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. અગાઉ વેસ્ટ ઈન્ડિઝના રોવમેન પોવેલ દુબઈ કેપિટલ્સની કેપ્ટનશીપ કરી રહ્યા હતા, પરંતુ રોવમેનની કેપ્ટનશીપમાં ટીમ સતત હારનો સામનો કરી રહી હતી. ટીમ ઈન્ડિયાનો યુસુફ પઠાણ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહીને લીગમાં સતત રમી રહ્યો છે.

આ પણ વાંચો:Bushra Khan won gold: બુશરા ખાને ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ એથ્લેટિક્સમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા

ફિનિશરની ભૂમિકામાં:દુબઈ કેપિટલ્સે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, હવે ટીમનું સુકાન યુસુફ પઠાણ સંભાળશે. ટ્વીટમાં લખ્યું છે કે 'યુસુફ પઠાણ હવે દુબઈ કેપિટલ્સના નવા કેપ્ટન બનશે. તે જ સમયે, ફ્રેન્ચાઇઝીએ વેસ્ટ ઈન્ડિઝના રોવમેન પોવેલ પાસેથી દુબઈ કેપિટલ્સની કેપ્ટનશીપ કેમ છીનવી લેવામાં આવી તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. જણાવી દઈએ કે, યુસુફ પઠાણ દુબઈ કેપિટલ્સ માટે ફિનિશરની ભૂમિકામાં છે અને ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે. ભારતીય ટીમ સિવાય તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. યુસુફ પઠાણ IPLમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી પણ રમી ચૂક્યો છે.

પઠાણે ભારત માટે 57 ODI અને 22 T20 મેચ રમી છે: IPLમાં યુસુફ પઠાણે 174 મેચમાં 3204 રન બનાવ્યા છે. આ દરમિયાન પઠાણનો સ્ટ્રાઈક રેટ 143 રહ્યો છે. આ સિવાય પઠાણના નામે એક સદી અને 13 અડધી સદી છે. યુસુફ પઠાણે ભારત માટે 57 ODI અને 22 T20 મેચ રમી છે. પઠાણે ODI ક્રિકેટમાં 113.6ના સ્ટ્રાઈક રેટથી 810 રન બનાવ્યા છે, જેમાં તેણે 2 સદી અને 1 અડધી સદી ફટકારી છે.

ABOUT THE AUTHOR

...view details