- ભારત અને ઈંગ્લેન્ડ (India and England) વચ્ચે લોડ્સમાં રમાઈ રહી છે ટેસ્ટ મેચ
- આ ટેસ્ટ મેચમાં બંને ટીમના ખેલાડીઓ આપસમાં ઝઘડ્યા
- મેચના છેલ્લા દિવસે વિરાટ કોહલીએ (Virat Kohli) ઈંગ્લિશ બેટ્સમોને સ્લેજ કર્યા
- પૂર્વ ઈંગ્લિશ ખેલાડીએ વિરાટ કોહલી (Virat Kohli) અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
- વિરાટ કોહલી (Virat Kohli) સૌથી વધુ અપશબ્દો બોલનારો ખેલાડી છેઃ નિક કોમ્પ્ટન
લંડનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં છેલ્લા દિવસે બંને ટીમના ખેલાડીઓ આપસમાં ઝઘડી પડ્યા હતા. ત્યારે આવા સમયે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર નિક કોમ્પ્ટને પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સૌથી વધુ અપશબ્દ બોલનારો વ્યક્તિ છે. કોમ્પ્ટને ઈંગ્લેન્ડ માટે વર્ષ 2012થી 2016ની વચ્ચે 16 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 775 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો-'મને યોગ્ય સપોર્ટ મળ્યો હોત તો હું વર્લ્ડ ન. 01 હોત' : બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા
વર્ષ 2012નો દિવસ હું ક્યારેય ન ભૂલી શકુંઃ કોમ્પ્ટન
કોમ્પ્ટને ટ્વિટ કરી કહ્યું હતું કે, શું કોહલી સૌથી વધારે અપશબ્દ બોલનારો વ્યક્તિ નથી. હું ક્યારેય પણ તે વાતને ન ભૂલી શકું. જ્યારે મને વર્ષ 2012માં અપશબ્દ કહેવામાં આવ્યા હતા. કોમ્પ્ટનના દાદા ડેનિસ કોમ્પ્ટને વર્ષ 1937થી 1957 સુધી 78 ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ પણ વાંચો-લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 151 રન જીતીને રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલીના નામે નોંધાયા 3 મોટા રેકોર્ડ