- ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ક્રિસ ગેઈલ પર આપ્યું નિવેદન
- જો ગેઈલ પોતાની ટીમમાં છે તો કેમ તમે તેને ત્રીજા નંબર પર કેમ રમાડો છો, તેની પાસે ઓપનિંગ કરાવવી જોઈએઃ ગંભીર
- ગેઈલને ત્રીજા નંબર પર રાખવાનો કોઈ અર્થ નથી, વિન્ડીઝ અને પંજાબ કિંગ્સે આવું કેમ કર્યું એની મને ખબર નથીઃ ગંભીર
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કોઈ પણ વાત અંગે સીધો મત રાખવા માટે જાણીતા છે. ત્યારે હાલમાં જ ગૌતમ ગંભીરે વેસ્ટ ઈન્ડિઝના સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલ અંગે એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, ક્રિસ ગેઈલને આઈપીએલ 2021ના બીજા તબક્કામાં પોતાની ટીમ પંજાબ કિંગ્સ માટે ઓપનિંગમાં બેટિંગ કરવી જોઈએ. ક્રિસને ત્રીજા નંબર પર મોકલો એ મારી સમજની બહાર છે.
ગેઈલે ઓપનર તરીકે જ આવવું જોઈએઃ ગંભીર
ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, ગેઈલે ઓપનિંગ કરવી જોઈએ. જો ગેઈલ તમારી ટીમમાં છે તો તમે તેને ત્રીજા નંબર પર કેમ રમાડો છો. તેને ત્રીજા નંબર પર રમાડવાનો કોઈ અર્થ નથી. વિન્ડીઝ અને પંજાબ કિંગ્સે આવું કેમ કર્યું તે મને નથી ખબર. જો ગેઈલ 11માં સામેલ છે તો તેને ઓપનર તરીકે આવવું જોઈએ. કારણ કે, તે બોલ વેડફતો નથી. નંબર 3 પર તેને ઓપનિંગની સરખામણીમાં સિંગલ લેવા પડે છે.