નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક પૂર્વ અધિકારીએ પોતાના પુસ્તકમાં BCCIના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બીસીસીઆઈના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (એસીયુ)ના ભૂતપૂર્વ વડા નીરજ કુમારે બીસીસીઆઈને ભીંસમાં મૂક્યું છે. નીરજ કુમારે પોતાના પુસ્તક 'A Cop in Cricket'માં BCCI પર ખુલાસો કરતા લખ્યું છે કે અહીં મેચ ફિક્સિંગ કરતા પણ વધારે ભ્રષ્ટાચાર છે.
આ પણ વાંચોઃYuvraj Singh dance video : સિક્સર કિંગ યુવરાજ સિંહે ગોરિલાની જેમ ડાન્સ કર્યો, જુઓ વીડિયો
કાર્યકાળ દરમિયાન આવી ફરિયાદોઃ આ સિવાય બીસીસીઆઈના એસીયુના પ્રમુખ રહી ચૂકેલા નીરજ કુમારે એક મોટો ખુલાસો કર્યો હતો કે, ક્રિકેટમાં પણ યુવા મહિલા ક્રિકેટરો પાસે જાતિય શોષણ કરવાની માંગ કરવામાં આવે છે. તેમનો દાવો છે કે, તેમના કાર્યકાળ દરમિયાન આવી ઘણી ફરિયાદો આવી હતી. ત્રણ વર્ષ સુધી ACUના વડા રહેલા નીરજે જણાવ્યું હતું કે, જાતીય શોષણની ફરિયાદો પર કોઈની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.