નવી દિલ્હીઃભારતીય ક્રિકેટ ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં રમતા અને ત્રણેય ફોર્મેટમાં 5 વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવતા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ભાગ્યે જ ભારત તરફથી રમતા જોવા મળશે. એવું લાગે છે કે, તે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સતત ઉપેક્ષાનો શિકાર બનેલા ભુનેશ્વર કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ બાયોમાંથી ક્રિકેટર શબ્દ હટાવી દીધો છે.
પહેલા 'ભારતીય ક્રિકેટર' લખેલુ હતું: ભારતીય ફાસ્ટ બોલર દ્વારા ક્રિકેટર શબ્દ હટાવવાને કારણે આવી વાતોને જોર પકડ્યું છે. ભુવનેશ્વરના ઈન્સ્ટા બાયોમાં પહેલા 'ભારતીય ક્રિકેટર' લખેલુ હતું, પરંતુ હવે તેનો બાયો બદલાઈ ગયો છે, જેમાં લખ્યું છે કે... “ભારતીય, ફેમિલી ફર્સ્ટ. પાલતુ પ્રેમીઓને પ્યાર કરને વાલા. કેઝ્યુઅલ ગેમર.."
ભુવીએ છેલ્લી વનડે મેચ ક્યારે રમી?: ભારતીય ટીમના આ ફાસ્ટ બોલરે ભારત માટે છેલ્લી વનડે 2022માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી, જ્યાં તેને 8 ઓવરમાં કોઈ વિકેટ મળી ન હતી. જે બાદ તેને ઈજા અને ખરાબ ફોર્મના કારણે ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ ભુવનેશ્વર કુમારને નવેમ્બર 2022માં આયોજિત T20 વર્લ્ડ કપ 2022માં રમી રહેલી ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો, જ્યાં તેણે 4 મેચ રમી હતી અને 3 વિકેટ લીધી હતી.