ચંદીગઢ: પંજાબ પોલીસે ભારતીય ક્રિકેટર ઋષભ પંતને રૂપિયા 1.5 કરોડની છેતરપિંડી કરનાર નકલી એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત તેણે જલંધરના ટ્રાવેલ એજન્ટ સાથે રૂપિયા 5.76 લાખની છેતરપિંડી કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીને તેના સહયોગી સાથે પંચકૂલામાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ મિયાંક સિંહ તરીકે જણાવવામાં આવી રહી છે, જેણે ચંદીગઢના આલોક કુમારના નામનો ઉપયોગ કર્યો હતો.
પંતને ક્યારે મળ્યો હતો?: આ રીતે અલગ-અલગ જગ્યાએ એડીજીપીના નામનો ઉપયોગ કરીને અલગ-અલગ લોકો સાથે છેતરપિંડી કરી છે. મરિયાંકનો ભાગીદાર રાઘવ ગોયલ, જે ફરીદાબાદના સેક્ટર-17નો રહેવાસી છે, તે પણ આ કૌભાંડમાં સામેલ છે. બંને હાલમાં મોહાલીના ફેઝ-8 પોલીસ સ્ટેશનમાં બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે. પોલીસે જણાવ્યું કે, જાન્યુઆરી 2021માં મિયાંક પંતને ઝોનલ ક્રિકેટ એકેડમી કેમ્પમાં મળ્યો હતો અને તેણે દાવો કર્યો હતો કે તે લક્ઝરી ઘડિયાળો અને અન્ય વસ્તુઓનો વેપાર કરે છે.
મુંબઈના એક બિઝનેસમેન સાથે છેતરપિંડીઃતમને જણાવી દઈએ કે, આ વ્યક્તિએ બિઝનેસમેન, ક્રિકેટર્સ અને ટ્રાવેલ એજન્ટોને પણ પોતાનો શિકાર બનાવ્યા છે. તેણે મુંબઈના એક બિઝનેસમેન સાથે પણ આવી જ રીતે છેતરપિંડી કરી હતી. આ બિઝનેસમેન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને સોશિયલ મીડિયા દ્વારા જ તે લોકોને પોતાનો શિકાર બનાવતો રહે છે.
1.5 કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ: તેણે કથિત રીતે પંતને તેની સાથે બિઝનેસમાં જોડાવાનું કહ્યું હતું. મળતી માહિતી મુજબ, પંતે મિયાંકને કેટલીક લક્ઝરી ઘડિયાળો અને બેગ રિસેલ માટે આપી હતી. તેના બદલામાં આરોપીએ તેને 1.5 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો, પરંતુ બાદમાં તે ચેક બાઉન્સ થયો હતો. તાજેતરના કેસમાં, જલંધરના એક ટ્રાવેલ એજન્ટે આરોપ લગાવ્યો હતો કે, તેણે મિયાંક માટે ડોમેસ્ટિક એર ટિકિટ અને હોટલના રૂમ બુક કરાવ્યા હતા.
અગાઉ પણ આવી ઘટનાને અંજામ: બાદમાં, જ્યારે તે મોહાલીમાં આરોપીને મળ્યો, ત્યારે તેણે તેની પાસેથી 50,000 રૂપિયા રોકડા અને લોન લીધી. મિયાંક 15 દિવસમાં આખા પૈસા પાછા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે પછી તે ફરાર થઈ ગયો હતો. ટ્રાવેલ એજન્ટે પોલીસમાં ફરિયાદ નોંધાવી જે બાદ મામલો સામે આવ્યો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીએ અગાઉ પણ આવી જ રીતે પંત અને મુંબઈના અન્ય એક વેપારીને છેતર્યા હતા.
આ પણ વાંચો:
- India vs West Indies 3rd ODI : આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ફાઈનલ, મેચ સાંજે 7:00 વાગ્યે શરુ થશે
- Stuart Broad: ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અન્ય કોઈ ક્રિકેટર ના કરી શક્યો એવુ કરી ગયો સ્ટુઅર્ટ બ્રોડ