નવી દિલ્હી:મહિલા 20 વર્લ્ડ કપમાં બીજી સેમી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. સેમી ફાઇનલ જીતીને દક્ષિણ આફ્રિકાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. હવે દક્ષિણ આફ્રિકાનો ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન ઓર સેમી ફાઇનલ રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ પહેલા ટોસ જીતીને 20 ઓવરમાં 164 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકાની શાનદાર શરૂઆત:દક્ષિણ આફ્રિકા ટીમ તરફથી લૌરા વોલ્વાર્ડ અને તાઝમિન બ્રિટ્સે શનદાર શરૂઆત કરી હતી. બંને 96 રનની ભાગીદારી કરીને મજબૂતર શરૂઆત કરાવી હતી. વોલ્વાર્ડે 44 બોલમાં 1 છગ્ગો અને 5 ચોગ્ગા ફટકારીને 53 રન બનાવ્યા હતા..જયારે ટીમનો સ્કોર 96 રન પર પહોંચ્યો ત્યારે તેને પોતાની વિકેટ ગુમાવી હતી.. તો બીજી તરફ તાઝમિને પણ 55 બોલનો સામનો કરીને 68 રનની શાનદાર ઈનીંગ રમી હતી. તાઝમિને 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચોSports News: ટીમ ઈન્ડિયાના બોલરનું સપનું છે કોહલી જેવું બનવું, ક્રિકેટ રેન્કિંગમાં છે નંબર 1 પર