- IND vs ENG, 2nd Testમાં ભારતની ભવ્ય જીત
- બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 151 રનથી હરાવ્યું
- ટેસ્ટ મેચના છેલ્લા દિવસે 272 રનનો આપ્યો હતો લક્ષ્યાંક
લંડન : લોર્ડ્સ ટેસ્ટ મેચના છેલ્લા દિવસે 272 રનનો લક્ષ્યાંક પાર કરવા માટે ઈંગ્લેન્ડની ટીમ મેદાનમાં ઉતરી હતી. જ્યાં પરંતુ ભારતીય બોલરોની શ્રેષ્ઠ બોલિંગના કારણે માત્ર 90 રનમાં 7 વિકેટ ઝપટી લીધી હતી. મોહમ્મદ સિરાઝ દ્વારા ઉત્તમ બોલિંગ કરીને 2 બોલમાં 2 વિકેટ ખડકાવી દેતા ઈંગ્લેન્ડની ટીમને જીતથી દૂર કરી દીધી હતી. સિરાઝે 39મી ઓવરમાં એકસાથે 2 વિકેટ પાડીને ઈંગ્લેન્ડની કમર ભાંગી નાખી હતી. સિરાઝની બોલ પર પહેલા મોઈન અલી અને પછી સૈમ કરેનને પવેલિયન પાછા મોકલ્યા હતા. આ સાથે ભારતની જીતનો ઝંડો લોર્ડ્સમાં જ ફરકવા લાગ્યો હોવાનું નિશ્ચિત બની ગયું હતું.
જસપ્રિત બુમરાહનો કમાલ
બેક્ર બાદ જસપ્રિત બુમરાહે પણ કમાલ કરી દીધો હતો અને ત્રીજા બોલ પર કેપ્ટન રૂટનો કેચ સ્લિપમાં ઉભા કોહલીએ કરીને વધુ એક ઝટકો આપ્યો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન રૂટ માત્ર 33 રન બનાવીને આઉટ થયો હતા.
શ્રેણીની બીજી મેચ લોર્ડઝના મેદાન પર રમાઇ
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ લોર્ડ્સના મેદાન પર રમાઇ હતી. બીજી ટેસ્ટ મેચ (Lords Test) ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો. ભારતે 151 રને ઇંગ્લેન્ડ પર જીત મેળવી હતી. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. આમ ભારતે ટોસ હારીને પ્રથમ બેટીંગ ઇનીંગ રમવાની શરુઆત કરી હતી. ભારતે પ્રથમ ઇનીંગમાં ઇંગ્લેન્ડની ઝડપથી વિકેટો ઝડપીને રમતમાં રહેવાના દાવને ઉંધો કરી દીધી હતી. પાંચેય દિવસની રમત દરમિયાન મેચમાં ઉતાર ચઢાવ જારી રહ્યો હતો. મેચ રોમાંચકતા ભરેલી રહી હતી.