- ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતની પાંચમી ટેસ્ટ
- ભારતીય ક્રિકેટ ટીમમાં કોરોનાના કેસ વધી રહ્યાં
- તમામ ખેલાડીનો કોરોના રિપોર્ટ નેગેટિવ
માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે અને તેવામાં ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ પર સંકટના વાદળો છવાયેલા હતા. પરંતુ સારા સમાચાર છે કે માન્ચેસ્ટર ટેસ્ટના એક દિવસ પહેલા બધા ભારતીય ખેલાડીઓનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ભારતીય ટીમની પ્રેક્ટિસ રદ્દ કરવામાં આવી
ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના ત્રણ સભ્યો ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. આ વચ્ચે ટીમમાં વધુ એક કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ટીમના ફિઝિયો યોગેશ પરમાર કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારબાદ ભારતીય ટીમની પ્રેક્ટિસ રદ્દ કરવામાં આવી હતી. યોગેશ પરમાર કોરોનાથી સંક્રમિત થયા બાદ તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
આ પણ વાંચો : T-20 વર્લ્ડ કપ ટીમનું કરવામાં આવ્યું એલાન