લંડનઃ ઈંગ્લેન્ડના સ્ટાર ઓપનીંગ બેટ્સમેન એલેક્સ હેલ્સે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. એલેક્સ હેલ્સે ત્રણેય ફોર્મેટમાં 156 મેચ રમી અને 5066 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના ક્રિકેટર તરીકે તેની છેલ્લી મેચ 2022 મેન્સ ટી20 વર્લ્ડ કપ જીતવા માટે ગયા વર્ષે નવેમ્બરમાં MCG ખાતે પાકિસ્તાન સામે 5 વિકેટથી જીત મેળવી હતી.
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિવૃત્તિની જાહેરાત:હેલ્સે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિવૃત્તિની જાહેરાત કરતા હેલ્સે એક નિવેદનમાં કહ્યું, 'મારા માટે ત્રણેય ફોર્મેટમાં 156 મેચોમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. મેં કેટલીક યાદો અને કેટલીક મિત્રતા જીવનભર ટકાવી રાખી છે અને મને લાગે છે કે, હવે આગળ વધવાનો યોગ્ય સમય છે.
તમામનો આભાર માન્યો: 'ઈંગ્લેન્ડની જર્સીમાં મેં મારા સમગ્ર સમય દરમિયાન કેટલાક ઊંચા અને કેટલાક નીચા અનુભવ કર્યા છે. આ એક અવિશ્વસનીય સફર રહી છે અને મને ખૂબ જ સંતોષ છે કે ઈંગ્લેન્ડ માટે મારી છેલ્લી રમત વર્લ્ડ કપ ફાઈનલ જીતવાની હતી. 'સમગ્ર ઉતાર-ચઢાવ દરમિયાન, મને હંમેશા મારા મિત્રો, કુટુંબીજનો અને વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ચાહકો તરફથી ખૂબ જ મોટો સપોર્ટ મળ્યો છે. હું રમવાનું ચાલુ રાખવા અને વિશ્વભરમાં વધુ ફ્રેન્ચાઇઝી ક્રિકેટનો અનુભવ કરવા આતુર છું.