ગુજરાત

gujarat

ETV Bharat / sports

Eng vs Pak 3rd ODI: ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવ્યું, સિરીઝ 3-0થી ક્લિન સ્વીપ - Eng vs Pak 3rd ODI

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં પાકિસ્તાનની શરમજનક હાર થઈ છે. બર્મિંઘમમાં રમાયેલી આ મેચમાં ટોસ જીત્યા પછી ઈંગ્લેન્ડે પહેલા બોલિંગ કરી હતી. પાકિસ્તાને 9 વિકેટ ગુમાવીને 331 રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડે 7 વિકેટ ગુમાવીને 332 રન બનાવીને પાકિસ્તાનને હરાવ્યું હતું. આ સાથે જ ઈંગ્લેન્ડે મેચની સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે. આ અગાઉ જ્યારે બીજી મેચમાં ઈંગ્લેન્ડ જીત્યું હતું ત્યારે જ સિરીઝ ઈંગ્લેન્ડના નામે થઈ ગઈ હતી,

Eng vs Pak 3rd ODI: ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવ્યું, સિરીઝ 3-0થી ક્લિન સ્વીપ
Eng vs Pak 3rd ODI: ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવ્યું, સિરીઝ 3-0થી ક્લિન સ્વીપ

By

Published : Jul 14, 2021, 2:11 PM IST

  • બર્મિંઘમમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ ત્રીજી વન-ડે મેચ
  • ત્રીજી અને છેલ્લી વન-ડે મેચમાં પાકિસ્તાને કર્યો હારનો સામનો
  • પાકિસ્તાને 332 રન બનાવ્યા, જ્યારે ઈંગ્લેન્ડે 48 ઓવરમાં મેચ જીતી લીધી

ન્યૂઝ ડેસ્કઃ પાકિસ્તાની ક્રિકેટ ટીમના દિવસો અત્યારે ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે. કારણ કે, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી અને છેલ્લી વન-ડે મેચમાં પાકિસ્તાનની શરમજનક હાર થઈ છે. બર્મિંઘમમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરી હતી, જેના જવાબમાં પાકિસ્તાને 331 રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડે મેચ જીતી લીધી હતી. આ સાથે જ પાકિસ્તાનનું ક્લિન સ્વીપ થઈ ગયું છે. તો ઈંગ્લેન્ડે 3-0થી સિરીઝ પોતાના નામે કરી લીધી છે.

આ પણ વાંચો-સુરતના દિપક કાબરાની Tokyo Olympicsમાં જજ તરીકે પસંદગી

બાબર આઝમની સદી એડે ગઈ

પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમને પહેલો ઝટકો 21 રન પર જ લાગ્યો. બેટ્સમેન ફખર જમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ બેટ્સમેન ઈમામ-ઉલ-હક (56) અને કેપ્ટન બાબર આઝમે (158) મળીને પાકિસ્તાનનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. 113 રન બનાવીને ઈમામ-ઉલ-હક પણ આઉટ થયો હતો. જ્યારે ચોથા નંબર પર આવેલો મોહમ્મદ રિઝવાને 76 રન બનાવી ટીમનો સ્કોર 300ને પાર પહોંચાડ્યો. 292 સ્કોર પર રિઝવાન આઉટ થયો, પરંતુ કેપ્ટન બાબર આઝમ ટકેલો રહ્યો. જોકે, પાકિસ્તાને 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 331 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો-Women Cricket T20: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટી-20 મેચમાં ભારતનો વિજય, ધીમી ઓવરના કારણે ભારતીય ટીમને 20 ટકા દંડ

જેમ્સ વિન્સ બન્યો મેન ઓફ ધ મેચ

ઈંગ્લેન્ડે 48 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. જ્યારે ઈંગ્લેન્ડનો જેમ્સ વિન્સ મેન ઓફ ધ મેચ બન્યો હતો. ઈંગ્લેન્ડની ટીમને પહેલો ઝટકો 19 રન પર લાગ્યો હતો. તો ટીમના ફિલિપ સોલ્ટ (37) અને જેક ક્રેવલી (39)એ ઈંગ્લેન્ડની ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે જેમ્સ વિન્સે (102) રન બનાવ્યા હતા. તો કેપ્ટન બેન સ્ટોક્સ (32) અને લુઈસ ગ્રેગરી (77)એ રન બનાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details