- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના 5 મો દિવસ
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ બપોરે 3.3
- ભારતને જીતવા માટે માત્ર 157 રનની જરૂર
નવી દિલ્હી:8 ઓગસ્ટ એટલે કે, રવિવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના 5 માં દિવસે ક્રિકેટ પ્રેમીઓને એક રોમાંચક મેચ જોવા મળશે. આ સિવાય ધ હન્ડ્રેડ લીગ, રોયલ લંડન વન ડે કપ અને તમિલનાડુ પ્રીમિયર લીગ (tamil nadu premier league) માં પણ આ રમતનો રોમાંચ ચાલું રહેશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ બપોરે 3.30 થી નોટિંગહામમાં રમાશે. ભારતને જીતવા માટે માત્ર 157 રનની જરૂર છે. જ્યારે નવ વિકેટ બાકી છે.
જસપ્રીત બુમરાહે પોતાની કારકિર્દીમાં છઠ્ઠી વખત ઇનિંગમાં 5 વિકેટ ઝડપી
જસપ્રીત બુમરાહે પોતાની કારકિર્દીમાં છઠ્ઠી વખત ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. જેથી બીજી ઇનિંગમાં જો રૂટની સદી હોવા છતાં ઇંગ્લેન્ડને મોટો સ્કોર કરતા અટકાવ્યો હતો. આ પછી, ભારતે સરળ શરૂઆત કરી અને શનિવારના રોજ અહીં પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચના ચોથા દિવસે સકારાત્મક પરિણામની આશા જાગી હતી. 209 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે ચોથા દિવસની રમતના અંતે એક વિકેટે 51 રન બનાવ્યા હતા. આમ, પાંચ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવવા માટે હવે તેમને માત્ર 157 રનની જરૂર છે. ઈંગ્લેન્ડે કેપ્ટન રૂટની 109 રનની ઈનિંગની મદદથી પોતાના બીજા દાવમાં 303 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો:ભારતના ઈતિહાસમાં એથલેટિક્સમાં પ્રથમ ગોલ્ડ, નિરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં મારી બાજી