- ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની વન-ડે મેચમાં (Eng-Pak One Day Match) પાકિસ્તાનની હાર
- ઈંગ્લેન્ડના નવા નિશાળિયા ક્રિકેટર સામે પણ પાકિસ્તાન હાર્યું
- પાકિસ્તાન માત્ર 141 રન બનાવી શક્યું, ઈંગ્લેન્ડે 21 ઓવરમાં જ જીત મેળવી
ન્યૂઝ ડેસ્કઃ ઈંગ્લેન્ડની ખૂબ જ નબળી ટીમ સામે પણ પાકિસ્તાને ગુરૂવારે શરણાગતિ સ્વીકારી લીધી હતી. કાર્ડિફમાં રમાયેલી પહેલી વન-ડેમાં (Eng-Pak One Day Match) પાકિસ્તાનને 9 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. કાર્ડિફમાં રમાયેલી પહેલી વન-ડેમાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરીને માત્ર 141 રન બનાવી શક્યું હતું. જ્યારે ઈંગ્લેન્ડે માત્ર 1 વિકેટ ગુમાવીને 21.5 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાન (David Malan) અને જેક ક્રાઉલીએ (Jack Crowley) અડધી સદી ફટકારી હતી. જ્યારે મલાને નોટઆઉટ 68 અને ક્રાઉલીએ નોટઆઉટ 58 રન બનાવ્યા હતા. બંને બેટ્સમેને બીજી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી. ડેવિડ મલાને (David Malan) 69 બોલનો સામનો કરી આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ક્રાઉલીએ (Jack Crowley 50 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. તો ઈંગ્લેન્ડે એક માત્ર વિકેટ ફિલ સાલ્ટ (07) તરીકે ગુમાવી હતી. તેને શાહીન શાહ અફરીદીએ આઉટ કર્યો હતો.
આ પણ વાંચો-Euro Cup 2020: ડેન્માર્કને 2-1થી હરાવી ઈંગ્લેન્ડ ફાઈનલમાં પહોંચ્યું, ઈંગ્લેન્ડે વર્ષ 1966 પછી પહેલી વખત સેમિફાઈનલમાં બનાવી જગ્યા
ઇંગ્લેન્ડના 5 ખેલાડીઓએ આ મેચથી ડેબ્યુ કર્યું
પહેલી વાર ટીમની કેપ્ટનશિપ કરી રહેલા બેન સ્ટોક્સ (Ben Stokes) ઈજાગ્રસ્ત હતો, પરંતુ તેમ છતાં તે રમ્યો હતો અને એક જ ઓવર નાખી હતી. મુખ્ય ટીમના ખેલાડીઓએ કોરોના વાઈરસ (Corona Virus)થી સંક્રમિત હોવાના કારણે ઈંગ્લેન્ડ કામચલાઉ ટીમ સાથે રમી રહી છે, જેનાથી આ મેચમાં ઈંગ્લેન્ડ માટે બ્રાઈડન કાર્સ (Bryden Cars), જેક ક્રાઉલે (Jack Crowley), લુઈસ ગ્રેગરી (Louis Gregory), ફિલ સાલ્ટ (Phil Salt) અને જોમ સિમ્પસને (Jom Simpsons) વન-ડેમાં ડેબ્યુ કર્યું છે.
આ પણ વાંચો-ICC T20 International Rankingમાં કે.એલ. રાહુલને થયો ફાયદો, વિરાટ કોહલી પાંચમા સ્થાને યથાવત્
પાકિસ્તાનના માત્ર ફખર જમાં (Fakar Jaman)એ સૌથી વધુ 47 રન બનાવ્યા
પાકિસ્તાનના ક્રિકેટર બાબર આઝમ (Babar Azam) અને મોહમ્મદ રિઝવાન (Mohammed Rizwan) જેવા બેટ્સમેનની ટીમ કાર્ડિફમાં સંપૂર્ણરીતે ફ્લોપ રહી હતી. પાકિસ્તાને પહેલી જ ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર ઈમામ ઉલ હક અને બાબર આઝમ ઝીરો રન પર આઉટ થઈ ગયા હતા. પાકિસ્તાન માટે ફખર જમાંએ 47 રન અને શાદાબ ખાને 30 રનની ઈનિંગ રમી હતી. તો સોહેબ મકસૂદ 19 રન બનાવીને રન આઉટ થયો. જ્યારે મોહમ્મદ રિઝવાને 13 અને શાહિન શાહ અફરીદીએ 12 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના સાકિબ મહમૂદે 42 રન આપીને 4 વિકેટ મેળવી હતી. જ્યારે લુઈસ ગ્રેગરી અને મેટ પાર્કિસનને 2-2 વિકેટ મળી હતી. તો હવે બીજી મેચ 10 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે.