કેપ ટાઉન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટેસ્ટ (Ind vs Sa third test match 2022)ની ચોથી ઇનિંગમાં પ્રોટિયાઝ કેપ્ટન ડીન એલ્ગરને LBW ન આપવા બદલ ભારતીય ટીમ દ્વારા DRS (DRS Controversy IND vs SA) લેવા અને પછી તેના પર થયેલા હોબાળામાં મહેમાન ટીમ (Indian Cricket Team In South Africa)ની વિરુદ્ધ કોઈ ઔપચારિક આરોપ નથી લગાવ્યો. ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે એલ્ગર (Dean Elgar Review)ને મદદ કરનાર વિવાદાસ્પદ DRS કોલ બાદ ટીમ ઈન્ડિયા સ્પષ્ટ રીતે નારાજ હતી. કેએલ રાહુલ, કેપ્ટન વિરાટ કોહલી (Kohli On DRS Controversy) અને સ્પિનર રવિચંદ્રન અશ્વિને આ વિવાદાસ્પદ કોલ પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી હતી.
મેદાન પરના વર્તન અંગે અધિકારીઓ સાથે થઈ વાતચીત
જો કે એક ક્રિકેટ વેબસાઈટે અહેવાલ આપ્યો છે કે, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) અનુસાર, મેચ અધિકારીઓએ મેદાન પર તેમના વર્તન અંગે મેચ ઑફિશિયલ્સ સાથે વાતચીત કરી હતી, પરંતુ કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયા વિરુદ્ધ કોઈ સત્તાવાર આચારસંહિતા હેઠળ મામલો નોંધાયો નથી. ટેસ્ટ શ્રેણીમાં ભારતની હાર બાદ કોહલીએ શુક્રવારે વિવાદાસ્પદ DRS કોલ પર આ બાબતે વાત કરવાનું ટાળ્યું હતું.
આ પણ વાંચો:IND VS SA Third Test Match: પંતની ત્રીજી ટેસ્ટમાં જમાવટ, પ્રથમ એશિયન વિકેટ કીપર બેટ્સમેન