- ચાહર-ભુવનેશ્વરની પાર્ટનરશીપે ભારતની જીતવાની આશા જીવંત રાખી
- ભારતે 49.1 ઓવરમાં સાત વિકેટેના નુકશાને 275નું લક્ષ્ય હાંસલ કર્યું
- સૂર્યકુમાર અને ચાહરના અર્ધશતકની મદદથી ભારતે મેળવી શાનદાર જીત
કોલંબો: ભારતીય ક્રિકેટ ટીમે (Indian cricket team) મંગળવારના રોજ આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રોમાંચથી ભરપૂર રમાયેલી મેચમાં બીજી મેચમાં શ્રીલંકાને 3 વિકેટથી હાર આપી હતી. ભારતની જીતમાં દીપક ચાહર(Deepak Chahar) (અણનમ 69, 82 બોલમાં 7 ચોગ્ગા, 1 છગ્ગા) અને ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) (અણનમ 19, 28 બોલમાં, 2 ચોગ્ગા) ની મહત્વની ભૂમિકા નિભાવી હતી.
ચાહરના બેટે શ્રીલંકાની જીતેલી બાજી હારમાં પલટી
બન્નેએ આઠમી વિકેટ માટે અણનમ 84 રનની ભાગીદારી કરી અને ગુમાવેલ મેચને ભારતના હાથમાં નાખી મૂકી દીધી. ચાહર અને ભુવનેશ્વરની બહાદુરીનું પરિણામ છે કે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. પ્રથમ વનડેમાં ભારતે યજમાનોને સાત વિકેટે હરાવી દીધી હતી.પહેલી મેચથી વિરુદ્ધ યજમાનો પ્રશંસનીય પ્રદર્શનથી વિજય તરફ પ્રયાણ કરી રહ્યા હતા, પરંતુ ચાહર અને ભુવનેશ્વરે બેટથી તેઓનો વિજય છીનવી લીધો હતો.
આ પણ વાંચો: IND vs SL: ભારતનો 7 વિકેટથી વિજય, સીરિઝમાં 1-0ની લીડ
ચાહર-ભુવનેશ્વરની પાર્ટનરશીપે ભારતની જીતવાની આશા જીવંત રાખી
પ્રથમ બેટિંગ કરતા તેઓએ ભારતને 276 રનનો પડકારજનક ટાર્ગેટ આપ્યો હતો અને બાદમાં 193 રન પર તેઓએ 7 વિકેટ ઝડપી લીધી હતી પરંતુ ત્યારબાદ પોતાની પ્રથમ અડધી સદી ફટકારનાર ચાહરે ભુવનેશ્વરની સાથે 8મી વિકેટ માટે 84 રનની પાર્ટનરશીપ કરીને હારેલી બાજીને પલટીને પોતાને નામે કરી હતી.