- વોર્નરની પત્નીએ સોશિયલ મીડિયા પર એક સંદેશ લખ્યો
- ડેવિડ વોર્નરની પત્ની કેન્ડિસે તેના પતિના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો
- કાંગારૂ ટીમને ઐતિહાસિક જીત અપાવનાર ડેવિડ વોર્નરને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ'નો પુરસ્કાર
સિડની: ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર(David Warner)ની પત્ની કેન્ડિસે તેના પતિના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. જેઓ UAEમાં ICC T20 વર્લ્ડ કપ(T20 World Cup) પહેલા વિસ્ફોટક બેટ્સમેનના ખરાબ ફોર્મ પર સવાલ ઉઠાવી રહ્યા હતા. ત્યારે તાજેતરમાં સમાપ્ત થયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં વધુ પ્રભાવ ન દર્શાવનાર વોર્નરને ટૂર્નામેન્ટના બીજા ચરણમાં એટલે કે દુબઇમાં સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા બહાર કરી દીધો હતો. આ ઉપરાંત વોર્નરને ભારતમાં રમાયેલી મેચો દરમિયાન કેપ્ટનશિપ પણ ગુમાવવી પડી હતી. જો કે, વોર્નર હવે T20 વર્લ્ડ કપમાં બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે અને સાત ઇનિંગ્સમાં 48.16ની એવરેજથી 289 રન બનાવ્યા છે.
ડેવિડ વોર્નર T20 વર્લ્ડ કપ 'સુપર-12માં પ્રદર્શન
ઓસ્ટ્રેલિયાએ રવિવારે ન્યુઝીલેન્ડને 8 વિકેટે હરાવીને પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને કાંગારૂ ટીમને ઐતિહાસિક જીત(historic victory for the Kangaroo team) અપાવનાર ડેવિડ વોર્નરને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ'નો ખિતાબ આપવામાં આવ્યો હતો. વોર્નરે 'સુપર-12' તબક્કામાં શ્રીલંકા સામે 65 રન બનાવ્યા હતા, તે પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે તેના 89 અણનમ તેમજ સેમિફાઈનલમાં પાકિસ્તાન સામે 49 રન બનાવી ટીમને વર્લ્ડ કપમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વોર્નરની પત્નીએ સોશિયલ મીડિયા પર એક સંદેશ લખ્યો