નવી દિલ્હીઃ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે 2-1થી આગળ છે. પ્રથમ બે ટેસ્ટ મેચમાં હારનો સામનો કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટમાં ભારતને હરાવ્યું હતું. શ્રેણીની ચોથી મેચ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમને ચોથી ટેસ્ટ મેચ પહેલા મોટો ફટકો પડ્યો છે.
સ્ટીવના હાથમાં ઓસ્ટ્રેલિયાની કમાન: ફરી કેપ્ટન પેટ કમિન્સ ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર છે. કમિન્સની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાની ટીમની કમાન ફરી એકવાર સ્ટીવ સ્મિથના હાથમાં રહેશે. ત્રીજી ટેસ્ટ મેચમાં સુકાની તરીકે સ્મિથે પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હી ટેસ્ટ મેચ ખતમ થયા બાદ કમિન્સે શ્રેણી અધવચ્ચે જ છોડી દીધી હતી અને ઓસ્ટ્રેલિયામાં પોતાના ઘરે પરત ફર્યા હતા.
આ પણ વાંચો:Oceans Seven Challenge: મહારાષ્ટ્રના તરવૈયાએ રચ્યો ઈતિહાસ
અમદાવાદ ટેસ્ટમાં ટીમનું સુકાન:કમિન્સની માતા બીમાર છે અને તે તેની સંભાળ લઈ રહ્યો છે. ઈન્દોર ટેસ્ટ મેચ પહેલા કમિન્સે કહ્યું હતું કે તે અત્યારે ભારત પરત આવવાનું વિચારી રહ્યો નથી કારણ કે તેને લાગે છે કે તેની બીમાર માતાની સંભાળ રાખવા માટે તેના માટે ઘરે રહેવું જરૂરી છે. જ્યારે કમિન્સ ભારત પરત ન ફર્યો ત્યારે ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમની કમાન સ્મિથને સોંપવામાં આવી હતી. અમદાવાદ ટેસ્ટ મેચ પહેલા સોમવારે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કમિન્સ હાલ તેના ઘરે જ રહેશે અને સ્ટીવ સ્મિથ ફરી એકવાર અમદાવાદ ટેસ્ટમાં ટીમનું સુકાન સંભાળશે.
આ પણ વાંચો:Cricketer Joe Root: આ ખેલાડીએ WTCમાં બનાવ્યા સૌથી વધુ રન
ભારત માટે ચોથી ટેસ્ટ જીતવી મહત્વપૂર્ણ: અમદાવાદમાં 9 માર્ચથી રમાનારી ચોથી ટેસ્ટ મેચમાં ભારત માટે ચોથી ટેસ્ટ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારત આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવશે તો તે 7 જૂનથી 11 જૂન સુધી ઈંગ્લેન્ડના ઓવલ ગ્રાઉન્ડમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટમાં ભારતને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ત્રીજી ટેસ્ટની હાર બાદ ભારત ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરે અને ઓસ્ટ્રેલિયાને ચોથી ટેસ્ટમાં હારનો સ્વાદ ચખાડે તે જરૂરી છે.