- ક્રિકેટર પીયૂષ ચાવલાના પિતાનું નિધન
- કોરોના સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં હતા દાખલ
- પીયૂષ ચાવલાએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર પીયૂષ ચાવલાના પિતા પ્રમોદ ચાવલાનું કોરોનાના કારણે નિધન થયું છે. આ અંગેની માહિતી પીયૂષ ચાવલાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને આપી હતી. પીયૂષ ચાવલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, ખૂબ જ દુઃખની સાથે જણાવવું પડે છે કે, મારા પિતાનું અવસાન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા. આવા સમયમાં તમારી પ્રાર્થનાની જરૂર છે. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે.
આ પણ વાંચોઃRLD પ્રમુખ ચૌધરી અજિતસિંહનું કોરોનાના કારણે નિધન
પીયૂષ ચાવલાના પિતા દિલ્હીની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા