નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટની કરોડરજ્જુ (The backbone of women's cricket) કહેવાતી મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ (Mithali Raj announces retirement) લઈ લીધો છે. મિતાલી રાજ છેલ્લા 23 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહી હતી, હવે બુધવારે 39 વર્ષની ઉંમરે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું. મિતાલી રાજે તેની ,બે દાયકાથી વધુ ચાલતી તેની ક્રિકેટ કારકિર્દીમાં સંપૂર્ણ રીતે શાસન કર્યું છે. તે ભારતમાં મહિલા ક્રિકેટની ઓળખ છે, ODIમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે અને કેપ્ટન તરીકે સૌથી વધુ જીત પર તેનું નામ છે. આવી સ્થિતિમાં મિતાલી રાજનું સંન્યાસ લેવું એ મહિલા ક્રિકેટ જગતમાં એક મોટી ઘટના છે.
આ પણ વાંચો:
નિવૃત્તિ લેતી વખતે થઈ હતી ભાવુક: 39 વર્ષીય મિતાલી રાજે 8 જૂને ટ્વિટર પર એક લાંબો સંદેશ લખીને નિવૃત્તિની જાહેરાત (Mithali Raj announces retirement) કરી હતી. મિતાલીએ પોતાના મેસેજમાં લખ્યું છે કે, જ્યારે મેં બ્લુ જર્સી પહેરીને મારા દેશનું પ્રતિનિધિત્વ કર્યું ત્યારે હું નાની બાળકી હતી. આ સફર ધણી લાંબી રહી જેમાં દરેક પ્રકારની ક્ષણો જોવા મળી, છેલ્લા 23 વર્ષ મારા જીવનના શ્રેષ્ઠ ક્ષણોમાંના એક હતા. દરેક અન્ય સફરની જેમ આ સફરનો પણ અંત આવી રહ્યો છે અને આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ (retirement from all formats of international cricket) જાહેર કરું છું.
ભારતનું ભવિષ્ય છે યુવા ખેલાડીઓના હાથમાં: મિતાલી રાજે પોતાના સંદેશમાં લખ્યું કે, જ્યારે પણ હું મેદાન પર ઉતરી ત્યારે મેં હંમેશા મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો અને ટીમને જીત અપાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મને લાગે છે કે, મારી કારકિર્દીને અલવિદા કહેવાનો આ યોગ્ય સમય છે, જ્યાં ભારતનું ભવિષ્ય યુવા ખેલાડીઓના હાથમાં છે. હું BCCI, સેક્રેટરી જય શાહ અને અન્ય તમામ અધિકારીઓનો આભાર માનું છું. મિતાલી રાજે વધુમાં કહ્યું કે, ઘણા વર્ષો સુધી ટીમનું સુકાન સંભાળવું મારા માટે ગર્વની વાત હતી, આ સમયે મને એક વ્યક્તિ તરીકે વધુ સારી બનાવી, સાથે જ મહિલા ક્રિકેટને પણ આગળ લઈ ગઈ. ભલે આ સફર અહીં પૂરી થઈ રહી છે, પરંતુ હું કોઈને કોઈ સ્વરૂપે ક્રિકેટ સાથે જોડાયેલી રહીશ.