અમદાવાદઃ ભારતીય સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે વિજય હજારે ટ્રોફીમાં દબદબો જમાવ્યો છે. તાજેતરમાં, 20 નવેમ્બરના રોજ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં સૌથી વધુ ચર્ચા યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસનને ટીમમાં ન કરવાની હતી. પરંતુ ઓસ્ટ્રેલિયા સામે પસંદ ન થયા બાદ યુઝવેન્દ્ર ચહલે પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. તેણે વિજય હજારે ટ્રોફીમાં ઉત્તરાખંડ સામે 26 રન આપીને 6 વિકેટ લીધી છે.
હરિયાણા અને ઉત્તરાખંડ વચ્ચેની વિજય હજારે ટ્રોફી મેચ: યુઝવેન્દ્ર ચહલે ગુરુવારે અમદાવાદમાં હરિયાણા અને ઉત્તરાખંડ વચ્ચેની વિજય હજારે ટ્રોફી મેચ દરમિયાન 200 લિસ્ટ A વિકેટ પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની શ્રેણી માટે ભારતની ટી20 ટીમમાંથી બહાર કરાયેલા ચહલે ઉત્તરાખંડ સામે તેની પ્રથમ ચાર ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે આઠમી ઓવરમાં અખિલ રાવતને આઉટ કરીને ચોથી વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી હતી.