ગુજરાત

gujarat

ETV Bharat / sports

Cricket World Cup 2023: ભારત-પાકિસ્તાન મહામુકાબલાના 1 દિવસ પહેલાં અમદાવાદ શહેરનો કેવો છે માહોલ ? - ક્રિકેટ વર્લ્ડ કપ 2023

શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC ક્રિકેટ વિશ્વ કપ 2023માં એક-બીજાના કટ્ટર હરીફો ગણાતા ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો ખેલાશે. આ રોમાંચક જંગના એક દિવસ પહેલાં મીનાક્ષી રાવ અમદાવાદના મૂડ વિશે લખે છે.

Cricket World Cup 2023
Cricket World Cup 2023

By ETV Bharat Gujarati Team

Published : Oct 13, 2023, 7:35 PM IST

અમદાવાદ:આ ગ્રાઉન્ડ ઝીરો છે, તે વિશાળ સ્થળ જ્યાં માત્ર તમામ રસ્તાઓ જ નહીં પણ તમામ વાતો, થંભેલો શ્વાસ, ચાહકોનો ધસારો, વિશ્વ કપની તારાજડીત રાત અને નિશ્ચિત રૂપે તે મોટી ક્ષણની ઉત્સુક્તા આ બધુ જ શનિવારની બપોરની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક મહા મુકાબલો એ પ્રતિદ્વંદ્વિતાની યાદ અપાવે છે, આજે ક્રિકેટ જેવી રમત રાજકીય પ્રદર્શનનું માધ્યમ બની ગયું છે. ભારત-પાકિસ્તાન વચ્ચે આ મુકાબલો જાણે વર્લ્ડ કપની ફાઈનલ હોય તેવી રીતે માહોલ ટાઈટ થઈ ગયો છે.

ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારી અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારી પર રહી છે, અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકના 11 હજાર પોલીસકર્મીઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક નાનકડા ટાપુ જેવા લાગી રહ્યાં છે, જેઓ 1 લાખ 32 હજાર દર્શકોની સુનામીને સંભાળશે. અહીં ભીડને પહોંચી વળવા માટે 150 આઈપીએસ પણ હશે અને આઈએએસ પ્રોબેશનર નોટ્સ બનાવવા માટે મેચમાં સામેલ થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભીડની ક્ષમતાની સરખામણીએ વર્દીધારી પુરુષો માત્ર 0.8 ટકા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હોમસ્ટેટમાં વિશાળ સુવિધાના કારણે ટૂર્નામેન્ટની મોટી જંગ મોટેરા ઉપરાંત બીજે ક્યાંય પણ આયોજીત કરી શકાઈ તેમ નથી. જ્યાં સ્ટેન્ડ સુધી પહોંચવા માટે પણ પરીસરની અંદર આશરે 1.5 કિલોમીટર સુધી ચાલવું પડશે. બીજી તરફ પાકિસ્તાની પ્રશંસકોને વીઝા ન આપવાના કારણે એક લાખથી વધુ લોકો ભારતના સમર્થનમાં નારા લગાવી રહ્યાં છે.

BCCIએ માહોલને વધુ રંગીન અને રોમાંચક બનાવવા માટે બોલીવુડના સૌથી મોટા ગાયકોને પરફોર્મ કરવાની તક આપીને આ રોમાચંક જંગને વધુ ભવ્ય બનાવવાનું કામ કર્યું છે. જેમાં અરિજીત સિંહ, સુખવિંદર સિંહ અને શંકર મહાદેવન પણ સામેલ છે. જેઓ શનિવારના દિવસને વધુ યાદગાર બનાવી દેશે.

બીજી તરફ જે લોકોને ક્રિકેટની રમતમાં કોઈ રૂચી નથી તેવા કટ્ટરપંથિઓ સોશિયલ મીડિયા પર આ મેચનો બહિષ્કાર કરવાનાં સંદેશાઓ ફેલાવી રહ્યાં છે. પરંતુ લોકોએ સમજવું જોઈએ કે એક ખેલાડી માટે માત્ર એક ખેલ છે. 2023 પહેલાં જ દેશભક્તિનું સ્તર ચરમશીમા પર પહોંચી ગયું છે, 'એ વતન મેરે વતન' જેવા ગીતોને મેચના એક દિવસ પહેલાં વારંવાર માઈક પર વગાડવામાં આવી રહ્યાં છે અને વધુમાં 'જય હો' માટે મેદાન પર એક ભવ્ય મંચનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શું પિચ વિરાટ કોહલી અને બાબર આજમના બેટને આગ લગાડશે કે જસપ્રીત બુમરાહ અને શાહીન અફરીદીને મદદ કરશે કે, કુલદીપ યાદવ પોતાની સ્પિનનો જાદૂ દેખાડશે. હાલ તો તે સ્પષ્ટ્ નથી કે,. હોટલના રૂમના રૂમમાં એક રાત માટે લાખો મળી રહ્યાં છે. ભારતીય રેલવે પ્રશંસકો માટે મુંબઈ થી અમદાવાદ બે સુપરફાસ્ટ ટ્રોન દોડાવી રહ્યું છે અને ખચાખચ ભરેલી ફ્લાઈટ્સ ઉત્સાહ વધારી રહી છે. અમદાવાદ શહેરમાં પીવીઆરથી લઈને રેસ્ટોરા, અખબાર સહિત બસ આ મહામુકાબલાની જ ચર્ચા થઈ રહી છે.

  1. Gold World Cup Trophy: શું તમે જોઈ વર્લ્ડ કપની 0.9 ગ્રામ વજનની ગોલ્ડ ટ્રોફી, જુઓ વીડિયો
  2. IND VS PAK: આવતીકાલની મેચને લઈને બંને ટીમે કર્યો જીતનો દાવો, જુઓ ગ્રાઉન્ડ પરથી ખાસ અહેવાલ

ABOUT THE AUTHOR

...view details