નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023માં ભારતે શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન પર જીત હાંસલ કરી છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાની શાનદાર જીતની ઉજવણી કરી. આ ત્રણ જીત સાથે ભારત ટોપ પર પહોંચી ગયું છે. ત્યારે 3 વખત વર્લ્ડ કપની વિજેતા ટીમના કેપ્ટન રહેલા રિકી પોન્ટિંગે ભારતીય કેપ્ટન રોહિત શર્માની ભરપૂર પ્રશંસા કરી છે. ઉપરાંત તેણે આ વિજય માટે દેશવાસીઓના સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પોન્ટિંગે કરી રોહિતની પ્રશંસા: પોન્ટિંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કરતા ICCને કહ્યું કે, 'રોહિત શર્મા ખૂબ જ શાંત સ્વભાવના છે, તે જે પણ કરે છે તે ખૂબ જ શાંતિથી કરે છે, આપ તેની રમવાની શૈલીથી પણ એ જોઈ અને જાણી શકશો. તેઓ ખૂબ જ અલગ પ્રકારના બેટ્સમેન છે અને તે મેદાન પર અને મેદાનની બહાર એવા જ છે. આપણે આરામથી બેસીને એ ન કહી શકીએ કે કોઈપણ પ્રકારનું દબાણ તેમના પર હાવી નહીં થાય, કે પછી તેમની ઉપર કોઈ અસર પડશે. કારણ કે, મોટી ટૂર્નામેન્ટમાં દબાણ હોવું સ્વાભાવિક છે, પરંતુ તે તેને પહોંચી વળશે અને અન્ય કોઈની જેમ તેનો સામનો કરશે.
રોહિત આદર્શ કેપ્ટન: ડિસેમ્બર 2021 થી સફેદ બોલની બંને ફોર્મેટમાં વિરાટ કોહલીએ કમાન સંભાળ્યાં બાદથી ODIમાં રોહિતે ભારતનું સુકાન સંભાળ્યું છે. પોન્ટિંગનું માનવું છે કે, રોહિત શર્મા વર્તમાનમાં આદર્શ કેપ્ટન છે. કારણે કે, ભારત ઘરઆંગણે ઘણી બધી મેચ રમે છે, જ્યારે વિરાટ કોહલી પાસેથી પોતાની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદ મળે છે.
પોન્ટિંગે કોહલીની પણ કરી પ્રશંસા:વિરાટ વિશે બોલતા, પોન્ટિંગે કહ્યું, 'વિરાટ જેવો કોઈ વ્યક્તિ, જે વધુ દિલથી કામ કરે છે, અને કદાચ પ્રશંસકોની વાતો સાંભળે છે અને ચાહકો સાથે થોડો વધુ જોડાયેલો રહે છે, તેમના વ્યક્તિત્વ સાથે કોઈ વ્યક્તિ માટે શાંત રહેવું થોડું મુશ્કેલ હશે, પરંતુ મને લાગે છે કે, વિરાટ તેનાથી ઠીક રહેશે. તે એક શાનદાર વ્યક્તિ છે અને લાંબા સમયથી એક મહાન ખેલાડી રહ્યો છે અને તેણે ભારતના કેપ્ટન તરીકે શાનદાર કામ કર્યું છે."
ટ્રોફી ભારત પાસે જ રહેશે: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન ખેલાડી પોન્ટિંગનું માનવું છે કે, આ વખતે ટ્રોફી ભારત પાસે જ રહેશે. પોન્ટિંગે કહ્યું, 'મેં શરૂઆતથી જ કહ્યું હતું કે મને લાગે છે કે, ભારત હરાવનારી ટીમ હશે, તેમની પાસે ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે. તેમણે કહ્યું, 'તેની ફાસ્ટ બોલિંગ, તેની સ્પિન અને તેની ટોપ ઓર્ડર, મિડલ ઓર્ડર બેટિંગ તમામ પાસાઓને આવરી લે છે. 'તેમને હરાવવા ખૂબ મુશ્કેલ હશે. પરંતુ આપણે જોઈશું કે તેઓ ભારે દબાણમાં પણ કેવી રીતે ટકી રહે છે.
- IND vs PAK Match Report : ભારતે પાકિસ્તાનને 8મી વખત ધુળ ચટાડી, વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનું જીતનું સપનું રોળાયું
- નીરજ ચોપરા સહિત અન્ય 11 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ મળ્યા