નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2023ની સેમીફાઈનલમાં પહોંચવાની પાકિસ્તાનની આશા લગભગ ઠગારી નીવડી છે. પાકિસ્તાનને વર્લ્ડ કપ 2023માં સેમિફાઇનલમાં પહોંચવાની આશા હતી. પાકિસ્તાન માટે એકમાત્ર વિકલ્પ એ હતો કે શ્રીલંકા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની મેચમાં શ્રીલંકા જીતે અને પછી પાકિસ્તાન તેની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ સામે જીતે. પરંતુ તેનાથી વિપરિત ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 23 ઓવરમાં પરાજય આપીને મેચ જીતી લીધી હતી. આ પછી પાકિસ્તાનનું વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચવાનું સપનું માત્ર સપનું જ રહી ગયું છે.
ઇંગ્લેન્ડને 275 રનથી હરાવવું પડશે:સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાનને કાં તો ઇંગ્લેન્ડને 275 રનથી હરાવવું પડશે. અથવા ઈંગ્લેન્ડે આપેલ લક્ષ્ય માત્ર 2.3 ઓવરમાં હાંસલ કરવું પડશે. જેમાં બીજું બિલકુલ શક્ય નથી. ન્યૂઝીલેન્ડની જીત બાદ લોકોએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના મીમ્સનો ઉપયોગ કરીને મજા માણી હતી.
વસીમ અકરમની ફની કોમેેન્ટ:વસીમ અકરમે એક ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની તકોનો આનંદ માણતા કહ્યું હતું કે 'પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે પહેલા બેટિંગ કરવી જોઈએ અને રન બનાવવા જોઈએ, પછી ઈંગ્લેન્ડની ટીમને સમય સમાપ્ત થાય ત્યાં સુધી ડ્રેસિંગ રૂમમાં બંધ કરી દેવો જોઈએ.