નવી દિલ્હીઃવર્લ્ડ કપ 2023 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ભારતીય ખેલાડી વિરાટ વર્લ્ડ કપમાં ટોપ સ્કોરરની યાદીમાં બીજા સ્થાને છે. મોટા મોટા ખેલાડીઓ પણ આ ભારતીય સ્ટાર બેટ્સમેનના ફેન છે. અને કેમ નહીં, આ મહાન બેટ્સમેને પોતાની બેટિંગ ટેકનિકથી પોતાને અલગ બનાવ્યો છે. હવે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને વિરાટ કોહલીને પોતાનો ફેવરિટ બેટ્સમેન ગણાવ્યો છે. જ્યારે કેન વિલિયમસનને પૂછવામાં આવ્યું કે અત્યારે તમારો ફેવરિટ ક્રિકેટર કોણ છે. તો તેણે જવાબ આપ્યો કે હાલમાં મારો ફેવરિટ બેટ્સમેન વિરાટ કોહલી છે.
બાબર આઝમનો ફેવરિટ ખેલાડી કોહલી: આ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પણ વિરાટ કોહલીને પોતાનો ફેવરિટ ખેલાડી ગણાવ્યો હતો. તમને જણાવી દઈએ કે અંગૂઠાની ઈજાને કારણે કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડ માટે ઘણી વર્લ્ડ કપ મેચ રમી શક્યો નથી. જ્યારે કેન વિલિયમસને પાકિસ્તાન સામેની મેચમાં વાપસી કરી હતી અને 95 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વિલિયમસને આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 137 રન બનાવ્યા છે.