અમદાવાદઃવર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. શુક્રવારે ફાઇનલ મેચ માટે બંને ટીમોએ ઘણો પરસેવો પાડ્યો હતો. બંને ટીમોનો ઉદ્દેશ્ય આ મેચ જીતીને વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનો રહેશે. ભારતીય ટીમ તેના તમામ ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને કારણે સકારાત્મક ઉર્જાથી ભરેલી છે. એવા પણ સમાચાર છે કે અમદાવાદના આ સ્ટેડિયમમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેચની મજા માણતા જોવા મળશે.
અટલ બ્રિજની પણ મુલાકાત લે તેવી શક્યતા: એક રિપોર્ટ અનુસાર, ફાઈનલ મેચ પહેલા ભારતીય અને ઓસ્ટ્રેલિયાની ટીમ શનિવારે સાંજે સાબરમતી રિવર ફ્રન્ટ ક્રૂઝ પર સાથે ડિનર કરતી જોવા મળશે. જે બાદ તેઓ અટલ બ્રિજની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. આ પહેલા વર્લ્ડ કપ 2023માં કોઈ ટીમે જોઈન્ટ ડિનર કર્યું નથી. ઓસ્ટ્રેલિયા અને ભારત એવી પહેલી ટીમ હશે જે વર્લ્ડ કપ ફાઈનલ પહેલા એકસાથે ડિનર કરતી જોવા મળશે.