હૈદરાબાદ :ICC ODI વર્લ્ડ કપ 2023માં ભાગ લઈ રહેલી શ્રીલંકાની ટીમ એશિયાની એવી ટીમોમાંથી એક છે જે ભારતીય પીચોનો ભરપૂર ફાયદો ઉઠાવી શકે છે. શ્રીલંકાના સ્પિન બોલરો ભારતીય પીચો પર અસરકારક સાબિત થઈ શકે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શ્રીલંકાના ખેલાડીઓએ ભારતીય પીચો પર શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં તેમની પાસે મોટી ટીમોને ટક્કર આપવાની તક હશે. તો ચાલો જાણીએ પાંચ મુખ્ય ખેલાડીઓ વિશે.
મહેશ થીક્ષણા : શ્રીલંકાના ઓફ સ્પિનર મહેશ થીક્ષણા મહત્વના ખેલાડીઓમાંથી એક છે. થીક્ષણા પાસે વિશ્વસ્તરના કોઈપણ બેટ્સમેનને ઘુંટણી પાડી દેવાની ક્ષમતા છે. તેના ઘાતક કેરમ બોલ સામે મોટા બેટ્સમેનો લપસી પડ્યા છે. તેની પાસે જૂના બોલથી બેટ્સમેનોને છેતરવાની ક્ષમતા તો છે જ પરંતુ નવા બોલથી બેટ્સમેનોને ખતમ કરવાની કળા પણ તેની પાસે છે. તિક્ષણાને ભારતીય પીચો પર બોલિંગ કરવાનો ઘણો અનુભવ છે. તેણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મહેશ થીક્ષણાએ અત્યાર સુધી 27 ODI મેચમાં 44 વિકેટ લીધી છે. તેનો ઈકોનોમી રેટ 4.50 હતો.
મથીશા પથિરાના : શ્રીલંકાના યુવા ફાસ્ટ બોલર મથીશા પથિરાના ટીમ માટે મહત્વનો બોલર સાબિત થઈ શકે છે. મથીશા પથિરાના લસિથ મલિંગાની જેમ શાર્પ બોલિંગ કરે છે. મોટા બેટ્સમેન તેના યોર્કર્સ સમક્ષ ઘૂંટણિયે પડે છે. પથિરાનાને ભારતીય પીચો પર બોલિંગ કરવાનો ઘણો અનુભવ છે. આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતી વખતે તેણે પોતાના ફાયર બોલથી તમામ વર્લ્ડ ક્લાસ બેટ્સમેનોને પરેશાન કર્યા છે. પથિરાનાએ 10 ODI મેચોમાં 6.6ની ઈકોનોમીથી રન આપીને 15 વિકેટ લીધી છે.