ચેન્નાઈ:ન્યૂઝિલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈના એમએ ચિંદમ્બરમ સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 11મી મેચ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમે અત્યાર સુધીમાં વર્લ્ડ કપની બંને મેચમાં જીત હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડે પહેલાં ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડને માત આપી હતી. તો બાંગ્લાદેશને 2 મેચ માંથી એક જીતી જ્યારે 1માં હારનો સામનો કરવો પડ્યો છે. બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 6 વિકેટ થી માત આપી હતી. પરંતુ ઈંગ્લેન્ડ સામે મેચમાં તેણે 137 રનની કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડની નજર જ્યાં આ મેચમાં પોતાના લક્ષ્યને બરકરાર રાખી, ત્યાં બાંગ્લાદેશની ટીમ પોતાની ગત હારને ભૂલીને સારૂં પ્રદર્શન કરવા પર ફોક્સ કરશે. બંને ટીમો વચ્ચે એક જબરદસ્ત રોમાંચક મુકાબલો જોવા મળશે,
World Cup 2023: ન્યુઝિલેન્ડ Vs બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક જંગ , લિટન દાસ ગોલ્ડન ડક પર થયો આઉટ
ન્યૂઝિલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈના એમએ ચિંદમ્બરમ સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 11મી મેચ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમે અત્યાર સુધીમાં વર્લ્ડ કપની બંને મેચમાં જીત હાંસલ કરી છે. ન્યૂઝીલેન્ડે પહેલાં ઈંગ્લેન્ડ અને પછી નેધરલેન્ડને માત આપી હતી. ત્યારે આજની મેચમાં ન્યૂઝિલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે કેવો રોમાંચક જંગ ખેલાશે તેતો મેચ પૂર્ણ થશે ત્યારે જ ખબર પડશે.
Published : Oct 13, 2023, 3:22 PM IST
ન્યૂઝિલેન્ડ ટોસ જીતીને ફીલ્ડિંગ લીધી:ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલી ફીલ્ડિંગ કરવાનું પસંદ કર્યુ હતું. વિલિયમ્સન આશરે 7 મહીના બાદ મેદાનમાં પરત ફર્યા છે. બાંગ્લાદેશને મેચની પ્રથમ બોલિંગ પર જ ઝટકો લાગ્યો અને લિટનદાસ આઉટ થયો હતો, આમ મેચની પહેલી બોલ પર જ બાંગ્લાદેશે વિકેટ ગુમાવી હતી. ન્યૂઝિલેન્ડના ધાકડ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે પોતાની ટીમને એક શાનદાર શરૂઆત અપાવી. બોલ્ટે મેચની પહેલી બોલ પર જ લિટન દાસે ગોલ્ડન ડક પર મેટ હૈનરીના હાથે કેચ આઉટ કરાવ્યો.
આજે વનડે વર્લ્ડ કપ 2023ની 11મી મેચ: મહત્વપૂર્ણ છે કે, 5 ઑક્ટોબરથી ભારતની મેજબાનીમાં ક્રિકેટનો સૌથી મોટો મહાકુંભ એવો વનડે વર્લ્ડ કપ 2023 ચાલી રહ્યો છે. આ મેગા ટૂર્નામેન્ટ 19 નવેમ્બર સુધી ચાલનારી છે. આ 46 દિવસો માં કુલ 48 મેચ રમાશે. ગુરૂવારે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 10મી મેચ રમાઈ. જેમાં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. તમામ ટીમો 2-2 મેચ રમી ચુકી છે અને અત્યાર સુધીમાં રમાયેલી તમામ મેચ રોમાંચક રહી છે અને બેટ-બોલની જબરદસ્ત જંગ જોવા મળી ચુકી છે. ત્યારે આજે 11મી મેચ ન્યૂઝિલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ખેલાઈ રહી છે.