મેચ પૂર્ણ થયા બાદ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ વાતની જાણકારી આપી હતી. વિરાટે કહ્યું હતું કે, ભુવનેશ્વર કુમારને થોડી પરેશાની થઈ રહી છે. તેઓ લપસી ગયા હતા જેના કારણે તેને ખેંચતાણ થઈ હતી. એવું લાગી રહ્યું છે કે, તેઓ 2 અથવા તો 3 મેચ રમી શક્શે નહિ. પરંતુ અમને લાગે છે કે તે લીગ મેચ દરમિયાન પરત ફરી શકે છે.
જણાવી દઈએ કે, આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે આ બીજી મોટો ઝટકો છે. અગાઉ ઓપનર શિખર ધવન પણ ઈજાના કારણે ટીમમાંથી બહાર નીકળ્યો હતો તે ક્યારે પાછો આવશે તે હજુ સુધી સ્પષ્ટ નથી. BCCI તરફથી શિખર ધવનના સ્થાન રિષમ પંતને લેવામાં આવ્યો છે.