ગુજરાત

gujarat

ETV Bharat / sports

પ્રથમ ટેસ્ટમાં હાર બાદ શાસ્ત્રીએ કહ્યું - ભારત 'ઓપન માઇન્ડ' સાથે બીજી ટેસ્ટ રમશે - Cricket News

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝનો બીજી મેચ શનિવારે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ટીમ માટે બેસિન રિઝર્વની હારને સમયસર "શેક અપ" ગણાવી હતી. તેમણે કહ્યું કે, ટીમ હવે ખુલ્લા મનથી બીજી ટેસ્ટમાં રમશે અને પાંચ દિવસમાં ન્યુઝીલેન્ડને પડકાર આપશે.

પ્રથમ ટેસ્ટમાં મળેલી હાર બાદ શાસ્ત્રીનુ મોટુ નિવેદન
પ્રથમ ટેસ્ટમાં મળેલી હાર બાદ શાસ્ત્રીનુ મોટુ નિવેદન

By

Published : Feb 28, 2020, 3:08 PM IST

ક્રાઇસ્ટચર્ચઃ ભારત પ્રથમ ટેસ્ટમાં ચાર દિવસમાં જ 10 વિકેટે હારી ગયુ હતું અને ટીમના કોચે આ હારને ટીમ માટે એક બોધપાઠ ગણાવ્યો હતો.

રવિ શાસ્ત્રીએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટની પૂર્વસંધ્યાએ કહ્યું હતું કે, "હુ હમેશા માનું છુ કે, જ્યારે આપણે જીતની રાહ પર હોઇએ ત્યારે આવો એક બોધપાઠ જરૂરી છે. કારણ કે, તે તમારી માનસિકતાને ઉજાગર કરશે". જ્યારે તમે હંમેશા જીતતા રહો છો અને તમને હાર નથી મળતી. ત્યારે તમારી પાસે નિશ્ચિત માનસિકતા બની જાય છે.

ભારતીય ટીમના મુખ્ય કોચે કહ્યું કે, "ન્યૂઝીલેન્ડમાં શીખવાની તક છે. તમે જાણો છો કે, ન્યૂઝીલેન્ડ કેવી રણનીતી બનાવે છે અને હવે અમે તૈયાર છીએ, કઇ અપેક્ષા રાખવી અને તમે તેનો કેવી રીતે સામનો કરો છો. તેના પર તમારી યોજનાઓ છે. આ એક સારો પાઠ છે". મને ખાતરી છે કે, ખેલાડીઓ આ પડકાર માટે તૈયાર છે.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે, અમે આઠ મેચ રમ્યા છીએ અને તેમાથી સાત મેચમાં વિજય મળ્યો છે. એક હારથી ગભરાવવાની જરૂર નથી.

ABOUT THE AUTHOR

...view details