ગુજરાત

gujarat

ETV Bharat / sports

WC2019: આજે થશે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર - Bristol

બ્રિસ્ટલ: હાલની વિજેતા ટીમ ઓસ્ટ્રલિયા પોતાના  ICC વર્લ્ડ કપ અભિયાનની શરુઆત આજ અફઘાનિસ્તાન સાથે કાઉંટી ગ્રાઉન્ડ પર થનારી મેચ સાથે કરશે.

WC2019

By

Published : Jun 1, 2019, 12:50 PM IST

અફઘાનિસ્તાની તાકાતની વાત કરીએ તો તેઓની તાકાત બોલિંગ છે. આ ટીમ 250-280 ના સ્કોરને પણ ચેઝ કરવાનો દમ રાખે છે. તેમના ટ્રમ્પ કાર્ડની વાત કરીએ તો તે છે રાશિદ ખાન... જેણે પોતાની ઝડપી બોલિંગને કારણે દુનિયાભરના બલ્લેબાજોને પરેશાન કરી દીધા છે. રાશિદ ખાનનો સામનો કરવો કોઈપણ બેટ્સમેન માટે સરળ નથી.


તેમના સિવાય મુજીબ ઉર રહેમાન, મોહમ્મદ નબી બીજા 2 એવા સ્પિનર છે જે પોતાની સ્પિનને કારણે દિગ્ગજ બલ્લેબાજોને ફસાવવા માટેની હિંમત રાખે છે.

ઝડપી બોલિંગમાં અફઘાનિસ્તાન પાસે કેપ્ટન ગુલબદીન નૈબ, દૌલત જાદરાન, હામિદ હસન,અફતાબ આલમ છે. આ બધા જ ઇંગ્લેન્ડની પરીસ્થિતીઓમાં સારુ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.


હવે આ ટીમના નેગેટિવ પોઈન્ટ વિશે વાત કરીએ તો, પ્રથમ ઈંગ્લેન્ડમાં રમવાનો અનુભવ...ટીમે અત્યાર સુધીમાં જેટલા પણ મોટા મેચ રમ્યા છે તેમજ બાજી પલટાવી છે તે બધા જ ઉપમહાદ્વિપમાં કર્યા છે. ઈંગ્લેન્ડ જેવી પરીસ્થિતીમાં આ ટીમ કેટલી કારગત નીવડે છે તે તો સમય જ બતાવશે.

સ્મિથ અને વોર્નર

બીજી સમસ્યા છે બોલિંગ...ટીમમાં 250-280 રન સુધીના લક્ષ્ય સુધી રમવાની તાકાત છે પરંતુ જો 300 ની આસપાસ લક્ષ્ય થાય તો આ ટીમને સમસ્યા થઈ શકે છે.

અફઘાનિસ્તાન ટીમ

વર્લ્ડ કપના પ્રેક્ટિસ મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને માત આપી હતી અને તે મેચમાં ટીમની બેટીંગે સારુ પ્રદર્શન કર્યું હતુ. અહમદ શાહજાદ, નૂર અલી જાદરાન, હસમાતુલ્લાહ શાહિદી ટીમના પ્લસ પોઈન્ટ છે. આ ત્રણેય સિવાય હઝરતુલ્લાહ જાજઈ અને નાઝિબુલ્લાહ જાદરાન પણ છે. અંતમાં રાશિદ અને નબી તેજીથી રન બનાવવાની હિંમત રાખે છે.

રાશિદ ખાન

તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો, તેઓએ ખરા સમયે ફોર્મનાં વાપસી કરી છે . 2018 સુધી આ ટીમને નબળી માનવામાં આવતી હતી પરંતુ 2019 માં આ ટીમે ભારતને ભારતમાં હરાવ્યું અને પછિ પાકિસ્તાનને 5-0 થી માત આપી.

સાથે જ પ્રતિબંધ બાદ પરત ફરેલા સ્ટીવન સ્મિથ તેમજ ડેવિડ વોર્નરના પરત ફરવાથી ટીમ મજબુત થઈ છે. આ બંને ઉપર જ ટીમની બેંટિગનો આધાર રહેલો છે.

મોહમ્મદ શાહજાદ


કેપ્ટન એરૉન ફિંચ અને ઉસ્માન ખ્વાજા બે વધુ એવા બેટ્સમેનો છે જે શ્રેષ્ઠ ફોર્મમાં છે. અંતે, માર્કસ સ્ટોઇનિસ અને ગ્લેૈન મૈક્સવેલની ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.


ટીમ બોલિંગમાં પણ શ્રેષ્ઠ છે. મિશેલ સ્ટાર્ક શું કરી શકે એ સમગ્ર વિશ્વ જણે છે. કોઈ પણ રીતે અફઘાનિસ્તાનના બેટ્સમેન માટે આ બોલરનો સામનો કરવો સરળ રહેશે નહીં.


સ્ટાર્કને બીજા છેડે સમર્થન આપવા માટે જેસમ બેહરનડૉર્ક, નાથન કલ્ટર નાઈલ, પૈટ કમિંસ છે. સ્પિનમાં એડન જામ્પા અને નાથન લૉયલ ઓસ્ટ્રેલિયા માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.


ટીમ


અફઘાનિસ્તાન: ગુલાબદ્દીન નૌબ (કેપ્ટન), નૂર અલી જાદરાન, હઝરતુલ્લાહ જાદરાન, અસગર સ્ટાનિકજાઇ, હઝરતુલ્લાહ જાજાઈ, હસમતુલ્લાહ જાદરાન, રાશિદ ખાન, દૌલત જાદરાન, અફતાબ આલમ, હામિસ હસન, મુજીબ ઉર રહેમાન, રહમત શાહ, સેમિઉલ્લાહ શિનવારી, મોહમ્મદ નબી, મોહમ્મદ શાહજાદ


ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (કેપ્ટન), જેસન બેહરનડાર્ફ, એલેક્સ કૈરી (વિકેટકીપર), નાથન કલ્ટર નાઇલ, પૈટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લ્યૉન, શૉન માર્શ, ગ્લૈન મૈક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ વોર્નર, એડમ જામ્પા

ABOUT THE AUTHOR

...view details