ઈગ્લેંન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી આ રસાકસીભરી મેચમાં પાક ટીમે 50 ઓવરમાં 8 વિકેટ આપી 348 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 334 રન બનાવી શકી હતી. જેમાં ઈગ્લેંન્ડના બટલર અને રુટે સદી ફટકારી હતી. પરંતુ આ સદી જીત અપાવી શકી નહોતી તો પાકિસ્તાનના વહાબ રિયાઝે 82 રન આપીને 3 તો આમિર અને શાદાબ ખાને 2-2 અને મલિક તેમજ હાફિઝે 1-1 વિકેટ ઝડપી હતી.
સતત 11 વન ડે માં હાર્યા બાદ પાકિસ્તાનની શાનદાર જીત, ઈગ્લેંન્ડને 14 રને હરાવ્યુ - butlar
ન્યુઝ ડેસ્કઃ ICC વિશ્વકપ 2019 ની છઠ્ઠી મેચમાં યજમાન ટીમ ઈંગ્લેંન્ડને પાકિસ્તાને 14 રને હરાવ્યું છે. આ જીતની સાથે પાકિસ્તાને 11 વન-ડેની સતત હારની શ્રેણીને તોડી છે.
સતત 11 વન ડેમાં હાર્યા પછી પાકિસ્તાનની જીત, ઈગ્લેંન્ડને 14 રને હરાવ્યુ છે
આ મેચની વિશેષતા એ હતી આ ટુર્નામેન્ટમાં વ્યક્તિગત સદી વગર સૌથી મોટો સ્કોર પાકિસ્તાને ઉભો કર્યો હતો. વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો આ બીજો શ્રેષ્ઠ સ્કોર છે. તેમજ વિશ્વકપ 2019 માં રુટ સદી મારનાર પહેલો ખેલાડી બન્યો છે. તેમજ વહાબે 787 દિવસ બાદ વિકેટ મેળવી છે. તેમજ ફીલ્ડર તરીકે વોક્સ ચાર કેચ પકડનાર પ્રથમ ખેલાડી બન્યો છે.