ગુજરાત

gujarat

ETV Bharat / sports

WC2019: પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, બાબર આઝમે સદી ફટકારી - BCCI

સ્પોટ્સ ડેસ્ક : પાકિસ્તાને એજબેસ્ટન મેદાન પર રમાયેલા વર્લ્ડ કપની મેચમાં બાબર આઝમના શાનદાર શતકના કારણે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે જ પાકિસ્તાને વર્લ્ડ કપ જીતવાની આશાને જીવંત રાખી હતી.

સ્પોટ ફોટો

By

Published : Jun 26, 2019, 3:03 PM IST

Updated : Jun 27, 2019, 2:51 AM IST

આ સાથે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને વર્લ્ડકપમાં પ્રથમ હારનો સ્વાદ ચખાડ્યો હતો. અત્યાર સુધી કીવી ટીમ હારી નહોતી. પણ પાકિસ્તાનના બાબર આઝમે સૌથી વધુ 101 રન બનાવીને ન્યૂઝીલેન્ડને ટક્કર આપી હતી. પોતાની બેંટીગ વખતે બાબરે 127 બોલમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. તો હેરિસ સોહેલે 76 બોલમાં 68 રન કર્યા હતા. આમ, તેમની જોડીએ પાંચ ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા હતા.

પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું

પાકિસ્તાનની ઓપનીંગ જોડી વધુ સમય ફીલ્ડ પર ટકી શકી નહોતી. સલામી બોલર ફખર જમાન 9 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ 11મી ઓવરમાં ફર્ગ્યૂસનને ઇમામ ઉલે ગપ્ટિલે જોરાદાર કેંચ કરીને પાકિસ્તાનને બીજો ઝટકો આપ્યો હતો. હકે 19 રન બનાવીને આઉટ થયા હતા. પાકિસ્તાનની ત્રીજી વિકેટ મો. હફીઝે 50 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો. ન્યઝીલેન્ડ માટે કેન વિલિયમસન, ટ્રેંટ બોલ્ટ અને ફર્ગ્યૂસને 1-1 વિકેટ લીધી હતી

આ પહેલાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 238 રન બનાવવાનો લક્ષ્ય આપ્યો હતો. જો કે ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી નહોતી. પણ ડી ગ્રૈંડહોમ અને જેમ્સ નીશમની જોડીએ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 237 રન બનાવવામાં સફળ રહી હતી. કીવી ટીમ માટે નીશમે 97 રન બનાવ્યા હતા. તેણે 112 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા લગાવ્યા હતા. ડી.ડી ગ્રૈંડહોમે 71 બોલ પર 64 રન બનાવ્યા હતા.

Last Updated : Jun 27, 2019, 2:51 AM IST

ABOUT THE AUTHOR

...view details