- ભારતમાં નહીં હવે UAEમાં રમાશે ટી20 વર્લ્ડ કપ
- ભાગ લેનારા લોકોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નિર્ણય
- BCCI જ ટી 20 વર્લ્ડ કપ 2021ના યજમાન રહેશે
નવી દિલ્હી : ભારતમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021)ને કોરોના સંક્રમણને કારણે સ્વાસ્થ્ય સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખીને UAEમાં રમાડવામાં આવશે, તેમ BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ સોમવારે જણાવ્યું હતું.
તમામ ખેલાડી અને ભાગ લેનારા લોકોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નિર્ણય
ગાંગુલીએ જણાવ્યું હતું કે, અમે ICCને સત્તાવાર રીતે જાણ કરી છે કે ટી 20 વર્લ્ડ કપ સંયુક્ત આરબ અમીરાતમાં સ્થાનાંતરિત થઈ શકે છે. આ નિર્ણય તમામ ખેલાડી અને ભાગ લેનારા લોકોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
BCCI જ ટી 20 વર્લ્ડ કપ 2021ના યજમાન રહેશે
BCCI જ ટી 20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021)ના યજમાન રહેશે. 17 ઓક્ટોબરની તારીખ હંગામી ધોરણે નક્કી કરવામાં આવી છે. ગાંગુલીએ જણાવ્યું હતું કે, અમે કેટલાક દિવસોમાં પ્રવાસની વિગતોની ફાઇનલ યાદી જાહેર કરીશું. 17 ઓક્ટોબરના રોજ ટી 20 વર્લ્ડ કપ શરૂ થશે એવું હાલ નક્કી નથી. ICCના પ્રવક્તાએ પણ પુષ્ટિ કરી છે કે, અંતિમ સમયપત્રક માટે ગ્લોબલ બોડી દ્વારા હજૂ આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.