ICC વર્લ્ડ કપ 2019માં આજે વિજેતા ઓસ્ટ્રેલિયાનો સામનો શ્રીલંકા સામે હતા. ઓસ્ટ્રેલિયા આ સમયે ટેબલ પોઈન્ટમાં 2 સ્થાન પર છે. તેઓએ 4 મેચ સાથે 6 પોઈન્ટ પર છે. શ્રીલંકાની વાત કરીએ તો છેલ્લી 2 મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયા બેટિંગથી લઈને ફિલ્ડિંગ શ્રીલંકા કરતા કેટલાયે ગણી સારી છે.
આ બાબતને ઓસ્ટ્રેલિયાએ સાબિત કરી હતી તેમજ ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે દિલધડક જીત મેળવી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના અરૉન ફિંચે 153ની ભાગીદારીથી શ્રીલંકાને 335 રનનું લક્ષ્ય આપ્યું હતું. જેમાં શ્રીલંકા 247 માં જ ઢેર થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. જો મેચની વાત કરવામાં આવે તો બંને ટીમના કેપ્ટને ખુબ જ સારુ પ્રદર્શન કર્યું હતુ. પરંતુ શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્ને ટીમને જીત અપાવી શક્યા ન હોતા.