બાંગ્લાદેશના શાકિબ અલ હસને 77 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 64 રન કર્યા હતા. લિટન દાસે 32 અને મહમુદુલ્લાહે 29 રન કર્યા હતા.
પાકિસ્તાને બાંગલાદેશને 94 રને કચડયુ, શાહીને 6 વિકેટ ઝડપી
સ્પોર્ટસ ડેસ્ક: પાકિસ્તાને લોર્ડસ મેદાન પર રમાયેલી વર્લ્ડ કપ-2019ની અંતિમ મેચમાં બાંગ્લાદેશને 94 રનથી હાર આપી હતી. પાકિસ્તાને પ્રથમ બેટિગ કરી 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 315 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 44.1 ઓવરમાં 221 રન પર ઓલ આઉટ થઈ ગઇ હતી.
પાકિસ્તાને બાંગલાદેશને 94 રને કચડયુ, શાહીને 6 વિકેટ ઝડપી
પાકિસ્તાનના શાહીન અફરીદીએ 6 વિકેટ ઝડપી હતી. આ પાકિસ્તાનના બોલરે કરેલુ વર્લ્ડ કપનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા પાકિસ્તાન માટે ઈમામ ઉલ હકે શતક અને બાબર આજમે હાફ સેન્ચુરી ફટકારી હતી. ઈમામે 100 બોલમાં 7 ચોક્કાની મદદથી 100 રન બનાવ્યા હતા. બાબરે 98 બોલમાં 11 ચોક્કાની મદદથી 96 રન બનાવ્યા જ્યારે મુસ્તાફિજુર રહેમાને બાંગલાદેશ માટે 5 વિકેટ અને મહોમ્મદ સૈફઉદ્દીને 3 વિકેટ ઝડપી હતી.