ગુજરાત

gujarat

By

Published : Mar 3, 2020, 5:42 PM IST

ETV Bharat / sports

સર્વશ્રેષ્ઠ ટીમ જ ભારતીય મહિલા ટીમને ફાઇનલમાં પહોંચવાથી રોકી શકે છેઃ બ્રેટ લી

બ્રેટ લી એ કહ્યું કે, આપણે શરુઆતથી જ જોયુ છે કે, ભારતીય ટીમ કેવી રીતે શાનદાર પ્રદર્શન કરી શકે છે અને એમાં કોઈ આશ્વયજનક વાત નથી કે ભારતીય ટીમે ગ્રુપ-એમાં શાનદાર ફોર્મ યથાવત રાખીને પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.

સર્વશ્રેષ્ઠ ટીમ જ ભારતીય મહિલા ટીમને ફાઇનલમાં પહોંચવાથી રોકી શકે છેઃ બ્રેટ લી
સર્વશ્રેષ્ઠ ટીમ જ ભારતીય મહિલા ટીમને ફાઇનલમાં પહોંચવાથી રોકી શકે છેઃ બ્રેટ લી

મેલબર્નઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીનું માનવું છે કે, કોઈ સર્વશ્રેષ્ઠ ટીમ જ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ICC મહિલા ટી-20 વિશ્વ કપની ફાઇનલમાં પહોંચવાથી રોકી શકે છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગ્રુપ-એની પોતાની ચારેય મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહીને સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને હરાવ્યું છે. બ્રેટ લીએ ICCની વેબસાઇટ પર પોતાની કોલમમાં લખ્યું કે, આપણે શરુઆતથી જ જોયુ છે કે, ભારતીય ટીમ કેવી રીતે શાનદાર પ્રદર્શન કરી શકે છે. એમાં કોઈ આશ્વયની વાત નથી કે ભારતીય ટીમે ગ્રુપ-એમાં શાનદાર ફોર્મ બરકરાર રાખીને પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.

તેમણે વઘુમાં કહ્યું કે, ભારતીય મહિલા ટીમ ક્યારેય પણ ફાઇનલમાં પહોંચી નથી પરંતુ આપણે પહેલા જે ટીમે જોઇ હતી તેના કરતા આ ટીમ ઘણી અલગ છે. ભારતીય ટીમ પાસે શેફાલી વર્મા અને પૂનમ યાદવના રૂપમાં મેચ વિનર ખેલાડી છે. બન્નેએ બેટિંગ તેમજ બોલીંગ દ્રારા સારૂ પ્રદર્શન કર્યુ છે. 16 વર્ષની શેફાલીએ ટૂર્નીમેન્ટની ચાર ઇંનિગ્સમાં અત્યાર સુધીમા 161 રન બનાવ્યા છે, જેમાં તેેણે 18 ચોગ્ગા અને 9 સિક્સર ફટકારી છે અને ભારતને સેમીફાઇનલમાં પહોંચાડવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે.

બોલીંગની વાત કરીએ તો, પૂનમ યાદવે શાનદાર પ્રદર્શન કર્યુ છે. અત્યાર સુધીમા 9 વિકેટ ઝડપી ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લેનારી બોલર બની ગઇ છે. બ્રેટ લી એ કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે ભારતની પાસે ઘણા સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ છે. ભારતીય ટીમ પૂરા આત્મવિશ્વાસી સાથે સેમીફાઇનલ રમશે અને કોઇ સર્વશ્રેષ્ઠ ટીમ જ તેને ફાઇનલમાં પહોંચવાથી રોકી શકે છે.

ABOUT THE AUTHOR

...view details