- ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ડોમેસ્ટિક મેચ સ્થગિત કરી
- સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિઅન્ટ બાદ ભારતીય શ્રેણી પર શંકાના વાદળો
- 2થી 5 ડિસેમ્બરની વચ્ચે યોજાનાર મેચ સ્થગિત
જોહાનિસબર્ગ: ક્રિકેટ સાઉથ આફ્રિકાએ (CSA) ટીમના કેટલાક સભ્યો કોવિડ-19 પોઝિટિવ (covid positive) હોવાનું જાણવા મળતાં ડોમેસ્ટિક મેચનો પહેલો રાઉન્ડ સ્થગિત (domestic match postpone) કરવામાં આવ્યો છે, જેના કારણે આ મહિને યોજાનાર ભારતના પ્રવાસને (Indian cricket team) લઈને ચિંતા વધી ગઈ છે.
આ પણ વાંચો:ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં, લક્ષ્મણ અને દ્રવિડની નિમણૂક પર ગાંગુલી બોલ્યા
BCCI ટૂંક સમયમાં પ્રવાસ અંગે લેશે નિર્ણય
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટૂંક સમયમાં ભારતના આફ્રીકા પ્રવાસ અંગે નિર્ણય લેશે, જેની શરૂઆત 17 ડિસેમ્બરે પ્રથમ ટેસ્ટ મેચથી થવાની છે. સાઉથ આફ્રિકામાં કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમીક્રોન (coron new variant omicron) મળ્યા બાદ ભારતની શ્રેણી પર શંકાના વાદળો ઘેરાઈ (India A team is currently Bloomfontein) ગયા છે. બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્રિકેટ દક્ષિણ આફ્રિકા પુષ્ટિ કરે છે કે ડિવિઝન 2 CSA ચાર-દિવસીય ડોમેસ્ટિક સિરીઝના ચોથા રાઉન્ડની ત્રણેય મેચો, જે 2થી 5 ડિસેમ્બરની વચ્ચે યોજાવાની હતી, તે સ્થગિત રાખવામાં આવી છે.