- ટીમ ઈન્ડિયાના સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા વિવાદ
- રોહિતને વિરાટ કોહલીના સ્થાને ભારતની વન-ડે ટીમનો કેપ્ટન નિયુક્ત કરાયો
- રોહિત ટેસ્ટ શ્રેણી માટે ટેસ્ટ ટીમના ઉપ-કપ્તાન તરીકે અજિંક્ય રહાણેનું લેશે સ્થાન
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના (Team Indiana) સાઉથ આફ્રિકા (South Africa) પ્રવાસ પહેલા સુકાનીપદને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બની રહ્યો છે. આ સમગ્ર વિવાદ પર ખેલપ્રધાન અનુરાગ ઠાકુરનું (Sports Minister Anurag Thakur) નિવેદન સામે આવ્યું છે
ખેલપ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું
ખેલપ્રધાન અનુરાગ ઠાકુરે (Sports Minister Anurag Thakur) કહ્યું કે, રમતથી કોઈ મોટું નથી, રમત શ્રેષ્ઠ છે. તેણે વધુમાં કહ્યું કે, હું કોઈ ખેલાડીની વચ્ચે શું ચાલી રહ્યું છે તેની માહિતી આપી શકતો નથી. આ તેમની સાથે સંબંધિત સંગઠન અથવા સંસ્થાની જવાબદારી છે. તેઓ આ અંગે માહિતી આપે તે યોગ્ય રહેશે.
રોહિત શર્માને વન-ડે ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવ્યો
રોહિત શર્માને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતની વન-ડે ક્રિકેટ ટીમનો (India's ODI cricket team) કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને તે 26 ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે ટેસ્ટ ટીમના ઉપ-કપ્તાન તરીકે અજિંક્ય રહાણેનું સ્થાન પણ લેશે. ઈંગ્લેન્ડ પ્રવાસ પછી રહાણે પૂરા જોશમાં હતો અને ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની મુંબઈ ટેસ્ટમાં ફિટનેસના કારણોસર તેને પડતો મૂકાયો ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું.