ક્રિકેટ વર્લ્ડકપની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમતી વખતે ધોનીને ગ્લવ્ઝ પર સૈન્યનું બલિદાન બેજ લગાવવાનું ભારે પડ્યું છે. ICC મુજબ રમત દરમિયાન સૈન્ય અને રાજકીય પક્ષોના પ્રતિકોનો ઉપયોગ નિયમોની વિરૂદ્ધ છે.
ધોનીના ગ્લવ્ઝ વિવાદ પર ડીસાના ક્રિકેટરોનું ધોનીને સમર્થન - Dhoni
બનાસકાંઠાઃ હાલ ક્રિકેટ વર્લ્ડકપ ચાલી રહ્યો છે, ત્યારે સાઉથ આફ્રિકા સામેની મેચમાં ઇન્ડિયા ટીમના વિકેટ કીપર મહેન્દ્રસિંહ ધોનીએ હાથમાં પહેરવાના ગ્લવ્ઝ પર બલિદાનનું નિશાન હોવાથી વિવાદ સર્જાયો હતો. ત્યારે ડીસાના તમામ ક્રિકેટરોએ ધોનીની પ્રશંસા કરી હતી અને ICC ક્રિકેટ બોર્ડ આ બાબતે કોઈપણ પગલાં ન ભરે તેવી માંગ કરી હતી.

ધોનીના ગલ્વઝ વિવાદ પર ડીસાના ક્રિકેટરો ધોની તરફ..જુઓ શું તેમની પ્રતિક્રિયા
ત્યારે ICCએ BCCIને સ્પષ્ટ જણાવ્યું છે કે, ધોનીએ નિયમ તોડ્યો છે. આ પહેલા જેમણે પણ આવું કર્યું છે, તેમને દંડ અથવા પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. જો કે, ICCએ હજી દંડની વાત નથી કરી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટરો ધોનીની સાથે છે અને ધોનીના દેશપ્રેમને તેઓ બિરદાવી રહ્યા છે અને ધોની વિરુદ્ધ કોઇપણ પગલા ન લે તે અંગે ઇચ્છા વ્યકત કરી છે.
ધોનીના ગ્લવ્ઝ વિવાદ પર ડીસાના ક્રિકેટરોનું ધોનીને સમર્થન