વિશ્વકપમાં સૌથી વધારે વિકેટ લેવાના મામલે ગ્લેન મેક્ગ્રા ટોપ પર છે. મેક્ગ્રાએ વિશ્વકપમાં 71 વિકેટ લીધી છે. બીજા નંબરે મુરલીધરન છે જેણે 68 વિકેટ લીધી છે. ત્રીજા સ્થાને પાકિસ્તાનના વસીમ અકરમ છે. તેમણે 55 વિકેટ ઝડપી છે.
મલિંગાએ વિશ્વકપમાં રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનાર બોલર બન્યો - 50 wicket
લીડ્સ: શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ વિશ્વકપમાં ઈંગ્લેન્ડની સામે 4 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સાથે મલિંગાએ વિશ્વકપમાં 50 વિકેટ પૂરી કરી છે. 50 વિકેટ લેનારો મલિંગા દુનિયાનો ચોથો બોલર બની ગયો છે.
મલિંગાએ વિશ્વકપમાં રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનાર બોલર બન્યો
ઈંગ્લેન્ડની સામે વિશ્વકપમાં પોતાની ટીમની શાનદાર જીતના હીરો રહેલા મલિંગાએ અગાઉ IPLની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સને ચેન્નાઈ સુપર કિંગ્સની સામે ધમાકેદાર જીત અપાવી હતી. મલિંગાએ લાસ્ટ ઓવરમાં હારેલી બાજી પલટતા મેચમાં વાપસી કરવાની મુંબઈને જીત અપાવી હતી.
ઉલ્લેખનીય છે કે, મલિંગાનું વિશ્વકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કેન્યાની સામે રહ્યું હતું. 2011 વિશ્વકપમાં કોલંબોમાં કેન્યાની સામે 38 રન આપી 6 વિકેટ ઝડપી હતી.