કોહલીએ માનચેસ્ટરમાં કેરેબિયાન ટીમ વિરુદ્ધ 37 રન બનાવી સૌથી ઝડપી 20 હજાર આંતરરાષ્ટ્રીય રન 417 ઇનિંગ ( ટેસ્ટ +વન-ડે+ T-20 ઈન્ટરનેશનલ)માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા સૌથી ઓછી ઇનિંગમાં 20 હજાર આંતરરાષ્ટ્રીય રન પુરા કરવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાના નામે હતો. આ રેકોર્ડ માટે બંને 453-453 ઇનિંગમાં રમી હતી.
કોહલીએ રચ્યો ઈતિહાસ, આ બે દિગ્ગજ ખેલાડીઓના રેકોર્ડ તૂટ્યાં - #WIvIND
સ્પોર્ટસ ડેસ્ક: વર્લ્ડ ક્રિકેટના નંબર વન બેટ્સમેન (ટેસ્ટ+વન-ડે) વિરાટ કોહલીએ એક નવો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. 30 વર્ષીય ખેલાડીએ સતત રેકોર્ડ બનાવવાનો સિલસિલો તથાવત રાખ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 37 રન બનાવી વિરાટ કોહલીએ એક સાથે બે ખેલાડીનો રેકોર્ડ તોડી નાખ્યાં છે. કોહલીએ સૌથી ઓછી ઇનિંગમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન પુરા કરી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી બ્રાયન લારાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
કોહલીએ રચ્યો ઈતિહાસ
સૌથી ઓછી ઇનિંગમાં 20 હજાર આંતરરાષ્ટ્રીય રન પુરા કરનારવ ખેલાડીઓ
- 417 ઇનિંગ : વિરાટ કોહલી
- 453 ઇનિંગ : સચિન તેડુંલકર / બ્રાયન લારા
- 464 ઇનિંગ : રિકી પોન્ટિંગ
- 483 ઇનિંગ : એબી ડિવિલિયર્સ
- 419 ઇનિંગ : જૈક કૈલિસ
- 492 ઇનિંગ : રાહુલ દ્વવિડ
વિરાટ કોહલી 20 હજાર રન બનાવનારો દુનિયાનો 12મો બેટ્સમેન બન્યો છે. વિરાટથી વધુ આંતરરાષ્ટ્રીય રન રન બનાવનાર ભારતીય બેટ્સમેનમાં સચિન તેંડુલકર (34, 357 રન) અને રાહુલ દ્રવિડ (24,208 રન) છે. વિરાટ કોહલીના વન-ડે આંતરરાષ્ટ્રીય રન અત્યાર સુધીમાં 11,124 છે. જ્યારે ટેસ્ટમાં 6613 રન અને T20માં 2063 રન છે.
Last Updated : Jun 28, 2019, 11:14 AM IST