ઈંગ્લેન્ડ એડ વેલ્સમાં 30 મેથી શરૂ થનારા વિશ્વકપ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા કોમેન્ટ્રી કરનારાઓની યાદી જાહેર કરી દીધી છે. આ ઉપરાંત બ્રૉડકાસ્ટ અંગેની રણનીતિ પણ તૈયાર કરી દીધી છે. આઈસીસીએ ગુરૂવારે એક નિવેદન રજૂ કરી આ અંગે જાણકારી આપી હતી.
આ યાદીમાં ભારતમાંથી સૌરભ ગાંગુલી, સંજય માંજરેકર અને હર્ષા ભોગલેએ કોમેન્ટ્રી પેનલમાં સ્થાન મેળવ્યું છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના વડપણ હેઠળ યોજાયેલા છેલ્લા વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાને પાંચમીવાર વિશ્વકપ અપાવનાર કેપ્ટન માઈકલ ક્લાર્ક પણ આ વખતે કોમેન્ટ્રી કરતા જોવા મળશે.