આ ઘટના પર ICCએ કહ્યું કે, આ બીજી વાર થયું તેના પર અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ, અમે ICC વર્લ્ડ કપમાં કોઇ પણ રાજનીતીના લગતા સંદેશને અણદેખી કરી શકતા નથી. આ ટુર્નામેન્ટ દરમિયાન અમે પોલીસને સાથે રાખી કાર્ય કર્યુ છે, જેથી આ પ્રકારના વિરોધને રોકી શકાય. પહેલી ઘટના બાદ વેસ્ક યાર્કશાયર પોલીસએ અમને આશ્વાસન આપ્યું હતું કે, આવી ઘટના બીજીવાર નહી બને પણ આ ફરીવાર થવાથી અમે નિરાશ છીએ.
INDvSL: ઈંગ્લેડમાં ટીમ ઈન્ડિયા માથે આવ્યું સંકટ, આજે પણ ચાલુ મૅચ દરમિયાન ઘટી આ ઘટના - cricket Score Live
લોડ્સઃ આ પહેલા પણ ભારતીય ટીમની સુરક્ષાને લઈને ICCને જાણ કરી હતી. ભારતીય ટીમને હોટલમાં ચાહકોના કારણે મુસીબતનો સામનો કરવો પડી રહ્ચો છે. ICC વિશ્વકપ -2019માં હેડિગ્લે સ્ટેદડિયમમાં ભારત અને શ્રીલંક વચ્ચે મૅચ રમાઇ રહી છે. આ મેચ દરમિયાન સ્ટેડિયમ ઉપરથી એક પ્લેન પસાર થયુ, જેમાં એક બેનર લટકાવેલું હતું, જેના પર લખ્યું હતું કે, "કાશ્મીર માટે ન્યાય"
![INDvSL: ઈંગ્લેડમાં ટીમ ઈન્ડિયા માથે આવ્યું સંકટ, આજે પણ ચાલુ મૅચ દરમિયાન ઘટી આ ઘટના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3767302-422-3767302-1562427821488.jpg)
INDvSL: ઈગ્લેડમાં ટીમ ઈન્ડિયા માથે આવ્યું સંકટ, આજે પણ ચાલુ મેચ દરમ્યાન ઘટી આ ઘટના
આ પહેલા પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મૅચમાં સ્ટેડિયમ ઉપરથી એક પ્લેન પસાર થયું હતું અને તેના પર બેનર લટકાવીને લખ્યું હતું કે, "બલૂચિસ્તાન માટે ન્યાય"
29 જૂનના રોજ બનેલી ઘટના બાદ ICCએ જણાવ્યું હતુ કે, અમે ICC વર્લ્ડકપ રાજનીતિના સંદેશની અનદેખી કરી શકીએ નહીં અને અમે વેસ્ટ યૉર્કશાયર પોલીસને સાથે રાખી આ ઘટનાની જાણકારી મેળવી રહ્યા છે. અને સમજવાની કોશીશ કરી રહ્યા છીએ કે આ પ્રકારની ઘટના કેમ થઇ રહી છે, અને અમે કોશીશ કરીશુ કે આ પ્રકારની ઘટના બીજી વાર ન થાય.